સુરત/ રાંદેર પોલીસ લાઈનમાં સ્લેબ ધરાશાયી, સ્લેબ સાથે નીચે પટકાયો યુવાન

રાંદેર પોલીસ લાઈનની B-2 બિલ્ડીંગમાં સ્લેબ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતો.પરંતુ આ બિલ્ડીંગમાં 10થી વધુ પરિવારો જીવના જોખમે રહે છે.

Gujarat Surat
રાંદેર પોલીસ
  • છેલ્લા ઘણા સમયથી સ્લેબ હતો જર્જરિત
  • બીજા માળનો સ્લેબ થયો ધરાશાયી
  • એક યુવાન સ્લેબ સાથે નીચે પટકાયો
  • રાંદેર પોલિસ લાઈનની B-2 બિલ્ડીંગની ઘટના

સુરતની રાંદેર પોલીસ લાઈનમાં બીજા માળનો સ્લેબ ધરાશાયી થયો છે.જેમા એક યુવાન સ્લેબ સાથે નીચે પટકાયો છે. ત્યારે યુવકને ઇજાઓ પહોંચી છે.ઉલ્લેખનીય છે કે, રાંદેર પોલીસ લાઈનની B-2 બિલ્ડીંગમાં સ્લેબ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં હતો.પરંતુ આ બિલ્ડીંગમાં 10થી વધુ પરિવારો જીવના જોખમે રહે છે.મહત્વનું છે કે, ઘટના બાદ ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત  લીધી હતી. અને બે દિવસમાં ઇમારત ખાલી કરવા આદેશ કર્યા હતા.

આ મામલે ફાયરવિભાગને સમયસર જાણ કરવામાં આવતા ફાયરટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બાદમાં ફાયર વિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવ્યો. જો કે, આ ઘટના બનતા બિલ્ડિંગમાં રહેતા પોલીસ કર્મચારીના પરિવારજનો ભયમાં મૂકાયાં હતા.

રાંદેર પોલીસ લાઇનના ક્વાટર્સ ઘણા સમયથી જર્જરિત સ્થિતિમાં છે. ગમે ત્યારે સ્લેબના પોપડાં નીચે ખરી જાય તેવી સ્થિતિના મકાનોમાં પોલીસ કર્મીઓ રહે છે. આવી સ્થિતિમાં ગંભીર ઈજા થાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.

આ પણ વાંચો: ચૂંટણી રાજનીતિના ચાણક્ય ‘પીકે’એ કહ્યું, હવે કોંગ્રેસ સાથે નહીં કરીએ કામ 

આ પણ વાંચો:જાણો, હાર્દિક પટેલ ક્યારે જોડાશે BJP માં, કમલમમાં જઈને ધારણ કરશે કેસરિયો

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીના સંસ્થાપક ભીમ સિંહનું નિધન, ઘણા સમયથી હતા બીમાર

logo mobile