મધ્યપ્રદેશ/ સરપંચની ચૂંટણીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા,વીડિયો વાયરલ

પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Top Stories India
9 4 સરપંચની ચૂંટણીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા,વીડિયો વાયરલ

મધ્યપ્રદેશના કટનીમાં સરપંચની જીત પર સમર્થકોએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.  સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા પછી, પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. વિજયી સરપંચના પતિએ કહ્યું છે કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા નથી.

મધ્યપ્રદેશના કટનીમાં ચાકા ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાઈ હતી અને મતગણતરી ચાલી રહી હતી. મત ગણતરીમાં ઉમેદવાર રહીસા વાજિદ ખાનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી અને સૂત્રોચ્ચાર કર્યા. સૂત્રોચ્ચાર દરમિયાન જ એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સીએસપી વિજય પ્રતાપ સિંહે આ સમગ્ર ઘટના પર કહ્યું, “અમને ફરિયાદ મળી છે કે સરપંચની ચૂંટણીમાં એક જૂથ દ્વારા કથિત રીતે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ ના નારા લગાવવામાં આવ્યા હતા અને વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો હતો. અમે ફરિયાદની નોંધ લીધી છે. તપાસ ચાલુ છે.