Not Set/ શ્વાનના ફિટનેસની માહિતી આપશે સ્માર્ટ કોલર,જાણો વિગત

ઈનવોક્સિયાએ એઆઈ આધારિત એક સ્માર્ટ વોચ જેવા સ્માર્ટ કોલર વિકસાવ્યા છે, જે શ્વાનના શ્વસન અને હૃદયના ધબકારાને મોનિટર કરી શકે છે.

Lifestyle
dog શ્વાનના ફિટનેસની માહિતી આપશે સ્માર્ટ કોલર,જાણો વિગત

જો તમારા પાલતુ શ્વાનને કયારેક શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તમારે ગભરાવવાની જરૂર નથી, જીપીએસ ટ્રેકિંગ કંપની ઈનવોક્સિયાએ એઆઈ આધારિત એક સ્માર્ટ વોચ જેવા સ્માર્ટ કોલર વિકસાવ્યા છે, જે શ્વાનના શ્વસન અને હૃદયના ધબકારાને મોનિટર કરી શકે છે.

શ્વાનના કોઈપણ સમયે શ્વાસ લેવામાં તકલીફ હોય તો તે તમને સમયસર ચેતવણી આપશે, અન્ય નવા રોગો વિશે પણ માહિતી આપશે. જીપીએસ ટ્રેકિંગ કંપની ઈનવોક્સિયાએ પાલતુ શ્વાન માટે એક એપલ વોચ સ્ટાઈલનો સ્માર્ટ કોલર બનાવ્યો છે.

વિશેષજ્ઞનો દાવો છે કે, આ સ્માર્ટ વોચ તમારા શ્વાનના હાર્ટ રેટ અને અન્ય મહત્વપૂર્ણ સંકેતોને ટ્રેક કરવામાં સક્ષમ છે. આ સ્માર્ટ કોલર ખરીદવા માટે તમારે 99 યુએસ ડોલર એટલે કે 7.332 રૂપિયા ખર્ચવા પડશે. ઈન્વોક્સિયાની ટીમના જણાવ્યા અનુસાર તેને બનાવવા માટે રડાર સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે શ્વાનની ચામડીમાંથી સિગ્નલ મોકલવામાં સક્ષમ