Tapi News: તાપી જિલ્લાના ગોરીયાફળિયા ખાતે રમેશ ગામીતના મકાન અને જમીન પર SMCની પ્રોહિબિશન શાખાએ દરોડો પાડ્યો હતો. કાકરાપાર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં SMCની પ્રોહિબિશન શાખાએ દરોડો પાડી કુલ 1.64 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ કેસમાં પોલીસે ત્રણ ગુનેગારો પ્રતાપસિંહ મોતીસિંહ રાજપૂત, ટીન્કસિંઘ ઉર્ફે અભિષેક નિતેશવારસિંઘ રાજપૂત અને ગણેશ કૃષ્ણાસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. તેઓની પોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83,116(b)98(2) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી દોઢ લાખ રૂપિયાનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
આ કેસમાં વોન્ટેડ બીજા છ આરોપીઓમાં જયેશ શંકર રાઠોડ, દીપેશ શંકર રાઠોડ, શાહરૂખ મકસૂદ ખત્રી, લકી દીપકભાઈ ચૌધરી, એમ.એસ. વાઇન શોપના માલિક અને રમેશ છગનભાઈ ગામિત છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે કમર કસી
આ પણ વાંચો:PM મોદી આજે ખેડૂતોને સન્માન નિધિનો 17મો હપ્તો કરશે જાહેર , કાશી વિશ્વનાથની પૂજા કરશે