Political/ સ્મૃતિ ઈરાનીનો રાહુલને પડકાર, જો હિંમત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી અને જીતીને બતાવો

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ મંગળવારે કહ્યું છે કે, રાહુલ ગાંધીમાં જો હિંમત હોય તો તેમણે ગુજરાતમાંથી ચૂંટણી લડીને બતાવવું જોઈએ

India
qaweds સ્મૃતિ ઈરાનીનો રાહુલને પડકાર, જો હિંમત હોય તો ગુજરાતમાં ચૂંટણી લડી અને જીતીને બતાવો

કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીએ મંગળવારે કહ્યું છે કે, રાહુલ ગાંધીમાં જો હિંમત હોય તો તેમણે ગુજરાતમાંથી ચૂંટણી લડીને બતાવવું જોઈએ. ઈરાનીએ કહ્યું કે, કોંગ્રેસ અને રાહુલ ગાંધી ગુજરાત અને અહીંનાં લોકોને ઘણી સમસ્યાઓ હોય તેવુ જુએ છે. મારો પડકાર એ છે કે ગુજરાતમાંથી ચૂંટણી લડીને જીતીને બતાવવું. ઈરાનીએ ગુજરાત નાગરિક ચૂંટણીનો પ્રચાર કરતી વખતે આ વાત કરી હતી. આસામમાં રાહુલ ગાંધીનાં તાજેતરનાં નિવેદન વિશે તેમણે આ કહ્યું છે.

રાહુલ ગાંધીએ તાજેતરમાં આસામમાં એક સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે, આસામમાં ચાના બગીચામાં કામ કરતા મજૂરને ફક્ત 167 રૂપિયા આપવામાં આવે છે. ગુજરાતનાં ઉદ્યોગપતિઓને સંપૂર્ણ બાગ આપી દેવામાં આવે છે. રાહુલે કહ્યું હતું કે, જો અમે સરકારમાં આવીશું તો અમે વેપારીઓ પાસેથી આ નાણાં કામદારોનાં ખિસ્સામાં ટ્રાન્સફર કરીશું. આ નિવેદનને લઇને ભાજપ રાહુલ પર પ્રહાર કરી રહી છે. ગુજરાતનાં સીએમ વિજય રૂપાણીએ તેને કોંગ્રેસીઓની ગુજરાતીઓ પ્રત્યે નફરત ગણાવી હતી, આ જ કારણ છે કે હવે સ્મૃતિ ઈરાનીએ રાહુલ પર નિશાન સાધ્યું છે.

સ્મૃતિ ઈરાનીએ મંગળવારે ગુજરાતનાં નવસારીમાં મળેલી સભામાં કહ્યું હતું કે, ગુજરાત માટે કોંગ્રેસને અંદરથી નફરત નવી વાત નથી. રાહુલ ગાંધી અને તેમના પક્ષે ગુજરાતમાં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનાં નિર્માણનો પણ વિરોધ કર્યો હતો. હવે રાહુલ ગાંધી આસામમાં કહી રહ્યા છે કે તેઓ ગુજરાતનાં નાના ચા નાં વેપારીઓની ખિસ્સામાંથી પૈસા મેળવશે. તેમને ફક્ત આ રાજ્યનાં લોકો સાથે જ સમસ્યાઓ છે. હું રાહુલ ગાંધીને પડકારુ છુ કે જો હિંમત હોય તો તે ગુજરાતમાંથી ચૂંટણી લડે. તેમની બધી ગેરસમજ દૂર થઈ જશે.

Maharashtra / શું મુંબઈમાં ફરી થશે લોકડાઉનની? કોરોના કેસ વધતા મેયર અદિતિ પેડનેકરે કહ્યું આવું…

ધમકી / વ્યાકુળ ખાલિસ્તાની કેનેડામાં ભારતીયોને બનાવી રહ્યા છે ટારગેટ, જસ્ટિન ટ્રુડોને ભારત સરકારે ચેતવ્યા

Rajasthan / લાંચ લેવાની આરોપી SDM પિંકી મીણાએ લગ્ન કાર્ડ પર લખ્યો આવો સંદેશ, થયો વાયરલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ