ભરૂચ/ તરસ્કરો બન્યા બેફામ, આશરે 1 કરોડની ચોરીની ઘટનાને આપ્યો અંજામ

જવેલર્સના શો રૂમની પાછળ આવેલા પરમ ફૂટવેરના ગોડાઉનનું શટર તોડી તસ્કરો ત્રાટકયા હતા. રેકી અને પ્રિ પ્લાન આવેલા તસ્કરોએ શો-રૂમ તેમજ ગોડાઉનની વચ્ચેની દીવાલમાં બાંકોરું પાડી જિલ્લામાં સદીની સૌથી મોટી સોના-ચાંદીની ચોરીને અંજામ આપ્યો હતો.

Gujarat Others
vaccine 10 તરસ્કરો બન્યા બેફામ, આશરે 1 કરોડની ચોરીની ઘટનાને આપ્યો અંજામ
  • અંકલેશ્વર આભૂષણ જવેલર્સ માં સોના-ચાંદીની-હીરા ૮૭ લાખ ઉપરાંતની ચોરીનો ખેલ CCTV માં કેદ
  • અંકલેશ્વરમાં દોઢ કિલો સોનુ, 19 કિલો ચાંદી અને ડાયમંડ જ્વેલરી મળી રૂ. 87.30 લાખની ચોરી
  • સરદાર પાર્કમાં આવેલ આભૂષણ જવેલર્સની પાછળ પરમ ફૂટવેરનું ગોડાઉનનું શટર તોડી બાકોરું પાડી ખેલાયો સોના-ચાંદીની પોણા કરોડ ઉપરાંતની ચોરી
  • રેકી સાથે જાણભેદુઓએ ખેલેલા ખેલની પોલીસને આશંકા

મૂળ રાજસ્થાનના અને અંકલેશ્વર જીઆઇડીસીમાં રહેતા હેમંત જગદીશભાઈ સોનીની સરદાર પાર્ક-2 માં આભૂષણ જવેલર્સની દુકાન આવેલી છે. જવેલર્સના શો રૂમની પાછળ આવેલા પરમ ફૂટવેરના ગોડાઉનનું શટર તોડી તસ્કરો ત્રાટકયા હતા. રેકી અને પ્રિ પ્લાન આવેલા તસ્કરોએ શો-રૂમ તેમજ ગોડાઉનની વચ્ચેની દીવાલમાં બાંકોરું પાડી સદીની સૌથી મોટી સોના-ચાંદીની ચોરીને અંજામ આપ્યો હતો.

તસ્કરો જવેલર્સની શોપમાંથી દોઢ કિલો સોનાના આભૂષણો, 19 કિલો ચાંદીના દાગીના, ₹5.55 લાખના રિયલ ડાયમંડના સેટ સહિત કુલ ₹87.30 લાખની ચોરી કરી જતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ. અને સીસીટીવીની મદદથી આ પોણા કરોડ ઉપરાંતની ગોલ્ડ-સિલ્વરની ચોરીમાં આરોપીઓ સુધી પોહચવા ટીમો બનાવી તપાસ હાથ ધરી છે.

મહેસાણા / અલ્પેશ ઠાકોરનું મહેસાણામાં શક્તિ પ્રદર્શન કે પછી કોરોનાને આમંત્રણ

Booster Dose / ઇઝરાયેલે સૌપ્રથમ બૂસ્ટર ડોઝ શરૂ કર્યો, જાણો કયા દેશો રસીનો ત્રીજો ડોઝ લઈ રહ્યા છે

Health / શિયાળામાં સ્વેટર પહેરીને સૂવાથી  થાય છે આ નુકસાન, જાણો કેવી રીતે બચશો