Gujarat/ ચુડા તળાવની પાળ પરની દુકાનમાં પતરાની છત તોડી તસ્કરો ત્રાટક્યાં

ચુડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં ચોરી ટોળકી સક્રિય થઈ આંતક મચાવવાનું શરૂ કરી દીધું છે. મુઝાહીદભાઈ સતારભાઈ મદાર ચુડા તળાવની પાળ પર પાન-મસાલા સહિત છૂટક વસ્તુઓની દુકાનમાંથી પરિવારનું ગુજરાન ચલાવે છે…

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ

ચુડા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં શિયાળાની ઋતુમાં ચોરી ટોળકી સક્રિય થઈ આંતક મચાવવાનું શરૂ કરી દીધું છે. મુઝાહીદભાઈ સતારભાઈ મદાર ચુડા તળાવની પાળ પર પાન-મસાલા સહિત છૂટક વસ્તુઓની દુકાનમાંથી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.3 જાન્યુઆરીએ દુકાનની વસતી કરી તેઓ ઘરે ગયા હતા મોડી રાતથી સવાર સુધીમાં પતરાની છત તોડી તસ્કર ટોળકી દુકાનમાં ત્રાટકી હતા. ચોરીને અંજામ આપી દુકાનની બારી તોડી રફુચક્કર થઈ ગયા હતા.

તા.4 જાન્યુઆરીએ મુઝાહીદભાઈ મદારે દુકાનનું શટર ખોલી જોયું તો દુકાન અંદરની તમામ ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં પડી હતી. વેપારીએ આ અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે ખાલી અરજી નોંધી ચોરોને પકડવા આશ્વાસન આપ્યું હતું. મુઝાહીદભાઈએ આ અંગે જણાવ્યું હતું કે દુકાનમાં રોકડ રકમ, હોમ થિયેટર સહિતની વસ્તુઓની ચોરી થઈ છે. અવારનવાર તળાવની પાળે ચોરીની ઘટના બનતી જ હોય છે. થોડા દિવસ પહેલા મોબાઈલની દુકાનમાં પણ ચોરી થઈ હતી. હમેંશાની જેમ પોલીસ ફક્ત અરજી દાખલ કરી આશ્વાસન આપે છે. તેનું કોઈ પરિણામ મળતું નથી. તળાવની પાળ પરના દુકાનદારોએ પોલીસ અને હોમગાર્ડ દ્વારા આ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ કરવાની માંગ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો