Not Set/ હાલોલમાં BOBના ATMને બુકાનીધારી તસ્કરોનો ગેસ કટરથી કાપવાનો પ્રયાસ,પોલીસ પેટ્રોલીંગને કારણે ₹ ૧૮ લાખ બચી ગયા

હાલોલ શહેરમાં ગત રાત્રીના અરસામાં ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાના એ.ટી.એમ. મશીનને બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવી ગેસ કટર કીટથી મશીનનું પતરૂં ચીરી નાંખી,

Gujarat
halol atm 2 હાલોલમાં BOBના ATMને બુકાનીધારી તસ્કરોનો ગેસ કટરથી કાપવાનો પ્રયાસ,પોલીસ પેટ્રોલીંગને કારણે ₹ ૧૮ લાખ બચી ગયા

પંચમહાલ, મોહસીન દાલ@ મંતવ્ય ન્યૂઝ

હાલોલ શહેરમાં ગત રાત્રીના અરસામાં ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડાના એ.ટી.એમ. મશીનને બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવી ગેસ કટર કીટથી મશીનનું પતરૂં ચીરી નાંખી, કેશ બોક્સ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે નાઈટ પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસ વાહન આવી જતાં તસ્કરો ગેસ કટર કીટ મુકીને નંબર વગરની ફોર વ્હીલ ગાડીમાં બેસી ફરાર થઈ ગયા હતાં. આમ પોલીસે તસ્કરોનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવતા એટીએમના કેશ બોક્સમાં રાખેલ ₹ ૧૮ લાખ બચી ગયા હતા. પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી એફ.એસ.એલ. અને ડોગ સ્ક્વોડની મદદથી તેઓનું પગેરૂં મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

halol atm 1 હાલોલમાં BOBના ATMને બુકાનીધારી તસ્કરોનો ગેસ કટરથી કાપવાનો પ્રયાસ,પોલીસ પેટ્રોલીંગને કારણે ₹ ૧૮ લાખ બચી ગયા

પ્રાપ્ત  માહિતી મુજબ ગત રોજ રાત્રીના અરસામાં હાલોલ શહેરના ગોધરા રોડ પર ટેલીફોન એક્સચેન્જની બાજુમાં આવેલ બેંક ઓફ બરોડા શાખાના એટીએમ મશીનને નંબર વગરની ફોર વ્હીલ ગાડી લઈને આવેલ બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જેમાં તેમનો એક સાગરીત ગાડીમાં બેસી રહ્યો હતો. જ્યારે ત્રણ જણા ગેસ કટર કીટ લઈને એ.ટી.એમ.નું પતરૂં કાપી કેશ બોક્સને તોડવાનો પ્રયત્ન કરતા હતા,તેવામાં નાઈટ પેટ્રોલીંગમાં નિકળેલી પોલીસ ત્યાં આવી પહોંચતા તસ્કરો ગેસ કટર કીટ ત્યાં મુકીને ગાડીમાં બેસી ફરાર થઈ જતાં તેમનો ચોરીનો પ્રયાસ નિષ્ફળ નિવડ્યો હતો. જે અંગેની જાણ હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

halol atm 2 હાલોલમાં BOBના ATMને બુકાનીધારી તસ્કરોનો ગેસ કટરથી કાપવાનો પ્રયાસ,પોલીસ પેટ્રોલીંગને કારણે ₹ ૧૮ લાખ બચી ગયા

જ્યારે બેંકના કર્મચારીઓ તેમજ કેશ લોડીંગ એજન્સી દ્વારા પોલીસની હાજરીમાં નિશાન બનેલ એ.ટી.એમ.નું કેશ બોક્સ ખોલતાં તેમાં રાખેલ ₹ ૧૮ લાખ રોક્ડ અકબંધ હોવાથી પોલીસે તેમજ બેંક અધિકારીઓએ હાશકારો મેળવ્યો હતો. પોલીસની નાઈટ પેટ્રોલીંગ ટીમની સમય સૂચકતા ને પગલે શહેરના એ.ટી.એમ.માંથી ₹ ૧૮ લાખની ચોરીનો પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. પોલીસે અજાણ્યા તસ્કરો વિરૂદ્ધ ગુનો નોંધી, એફ.એસ.એલ. તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરોનું પગેરૂં મેળવવાના ચક્રો ગતિમાન કર્યા હતાં.

sago str 29 હાલોલમાં BOBના ATMને બુકાનીધારી તસ્કરોનો ગેસ કટરથી કાપવાનો પ્રયાસ,પોલીસ પેટ્રોલીંગને કારણે ₹ ૧૮ લાખ બચી ગયા