OMG!/ 200 જેટલા મુસાફરોને ઉડતા વિમાન પર પડ્યાં બરફનાં ટૂંકડા, તૂટી વિન્ડસ્ક્રીન

બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA2236નાં પાઇલોટ્સ આ નુકસાન પામેલી વિન્ડશિલ્ડ સાથે કેલિફોર્નિયાનાં સેન જોસ માટે ઉડાન ભરાવવામાં સફળ રહ્યા. જ્યાં સમારકામ કરવામાં આવ્યું હતું.

World
વિમાન અને બરફનો ટૂકડો

35,000 ફૂટની ઉંચાઇ પર ઉડી રહેલા પ્લેનમાંથી બરફનં ટૂકડાએ બ્રિટિશ એરવેઝનાં પ્લેનની વિન્ડસ્ક્રીનને તોડી નાખી હતી. ડેઈલી મેઈલનાં અહેવાલ મુજબ લંડનનાં ગૈટવિક એરપોર્ટથી મધ્ય અમેરિકાનાં કોસ્ટા રિકા જઈ રહેલું બોઈંગ 777 પ્લેન 35,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું.

આ પણ વાંચો – રોડ અકસ્માત /  કપડવંજમાં ગમખ્વાર અકસ્માત, માતા અને બે બાળકીના મોત,4 માસની માસૂમ બાળકીનો આબાદ બચાવ

આપને જણાવી દઇએ કે, બ્રિટિશ એરવેઝની ફ્લાઇટ BA2236નાં પાઇલોટ્સ આ નુકસાન પામેલી વિન્ડશિલ્ડ સાથે કેલિફોર્નિયાનાં સેન જોસ માટે ઉડાન ભરાવવામાં સફળ રહ્યા. જ્યાં સમારકામ કરવામાં આવ્યું હતું. જો કે, વિલંબને કારણે, 200 જેટલા મુસાફરો, જેઓ નાતાલનાં આગલા દિવસે લંડન પરત ફરવાના હતા, તેઓ સમયસર ઘરે પહોંચી શક્યા ન હોતા. ડેઈલી મેઇલે જણાવ્યુ કે, ફ્લાઇટ 23 ડિસેમ્બરની સાંજે સેન જોસથી ગૈટવિક માટે રવાના થવાની હતી, પરંતુ વિન્ડસ્ક્રીનને રિપેર કરવામાં લાગેલા સમયને કારણે મુસાફરોને ઓછામાં ઓછા 50 કલાક જેટલો વિલંબ થયો હતો, અને તેમને લંડન પરત ફરવામાં મોડપ થયુ હતું. પ્લેન પરનાં મુસાફરોને શરૂઆતમાં 90-મિનિટનાં વિલંબની અપેક્ષા રાખવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ જમૈકાથી રૂટ ડાયવર્ટ કરવામાં પ્લેનની નિષ્ફળતાને કારણે તેમને બીજી રાત સેન જોસ એરપોર્ટ હોટેલમાં વિતાવવાની ફરજ પડી હતી.

https://twitter.com/alicelouisax/status/1474926192188964866?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1474926192188964866%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Fviral%2Fnews%2Fbritish-airways-plane-windscreen-cracked-by-block-of-ice-know-what-happened-then-237853.html

આ પણ વાંચો – ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ દ્વારા /  કોરોના સામે સાવધ રહો અને ફરજીયાત માસ્ક પહેરોની “ગેટ વેલ સુન”ની અપીલ સાથે કરાયું માસ્કનું વિતરણ..!!

બ્રિટિશ એરવેઝનાં પ્રવક્તાએ ક્ષતિગ્રસ્ત વિન્ડસ્ક્રીનને કારણે વિલંબ માટે મુસાફરોની માફી માંગી હતી. જો કે, એક પ્રવક્તાએ ધ ઈન્ડિપેન્ડન્ટને જણાવ્યું કે જ્યાં સુધી તેઓને ખાતરી ન થાય ત્યાં સુધી તેઓ પ્લેનની ઉડાન ભરશે નહીં જ્યા સુધી તેમન ન થાય કે હવે તે સંપૂર્ણપણે સલામત છે.