હોલીવુડ ફિલ્મ/ તો શું ખરેખર Mission Impossible-7 માં દેખાશે બાહુબલી સુપરસ્ટાર પ્રભાસ?

સાઉથનાં સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ ને લઇને ચર્ચામાં છે. પ્રભાસે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી છે. ‘બાહુબલી’ જેવી ફિલ્મમાં કામ કરીને, તેણે વિશ્વભરનાં પ્રેક્ષકોની પ્રશંસા મેળવી છે.

Entertainment
Untitled 80 તો શું ખરેખર Mission Impossible-7 માં દેખાશે બાહુબલી સુપરસ્ટાર પ્રભાસ?

સાઉથનાં સુપરસ્ટાર પ્રભાસ આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘આદિપુરુષ’ ને લઇને ચર્ચામાં છે. પ્રભાસે માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી છે. ‘બાહુબલી’ જેવી ફિલ્મમાં કામ કરીને, તેણે વિશ્વભરનાં પ્રેક્ષકોની પ્રશંસા મેળવી છે. જો કે હવે જે સમાચાર સામે આવી રહ્યા છે, તે પ્રભાસનાં ચાહકોને ઘણા ખુશ કરી શકે છે. આપને જણાવી દઇએ કે, એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં ખુલાસો થયો છે કે પ્રભાસ હોલીવુડની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ 7 માં એક્ટિંગ કરતો જોવા મળશે.

Untitled 81 તો શું ખરેખર Mission Impossible-7 માં દેખાશે બાહુબલી સુપરસ્ટાર પ્રભાસ?

Bollywood / સિધ્ધાર્થ શુક્લાએ ઓલ્ટ બાલાજીના બહુપ્રતિક્ષિત આ રોમાંસ ડ્રામા પર પોતાનો અભિનય કર્યો જાહેર, કહ્યું કઈંક ખાસ

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રભાસ હોલીવુડની ફિલ્મ મિશન ઇમ્પોસિબલ 7 માં હાજરી આપી શકે છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન કે સ્ટેમ્પ લગાવવામાં આવ્યુ નથી, પરંતુ આ સમાચારથી ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે મુજબ મિશન ઇમ્પોસિબલનાં નિર્દેશક ક્રિસ્ટોફર મૈકક્વેરીએ તેના આગળનાં ભાગ એટલે કે સાતમા ભાગ માટે સુપરસ્ટાર પ્રભાસનો સંપર્ક કર્યો હતો. તે ફિલ્મનાં આગલા ભાગમાં મહત્વની ભૂમિકા માટે પ્રભાસને લેવા માંગે છે.આ સંદર્ભમાં તે પ્રભાસને પણ મળ્યા હતા. જ્યારે પ્રભાસ તેની આગામી ફિલ્મ ‘રાધે શ્યામ’ નું ઇટાલીમાં શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તે સમયે તેને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી. હાલમાં આ ફિલ્મમાં તેના પાત્રને લગતી કોઈ માહિતી મળી નથી.

Untitled 82 તો શું ખરેખર Mission Impossible-7 માં દેખાશે બાહુબલી સુપરસ્ટાર પ્રભાસ?

બોલિવૂડ / ‘રાધે’ ફિલ્મ માટે દિલ્હી હાઇકોર્ટે આપ્યો મોટો આદેશ,સલમાન ખાનને મળી રાહત

આ પોસ્ટ વાયરલ થયા પછી પ્રભાસનાં ચાહકો ‘મિશન ઇમ્પોસિબલ’ માં પ્રભાસની એન્ટ્રીને લઇને ખુશીથી નાંચી રહ્યા છે. પોસ્ટ મુજબ અભિનેતાએ આ ફિલ્મ માટે હા પાડી દીધી છે. પરંતુ આપણે તે કહી શકતા નથી કે આ પોસ્ટ સાચી છે કે ખોટી. તાજેતરમાં, 22 મે નાં રોજ ફિલ્મ મિશન ઇમ્પોસિબલને 25 વર્ષ પૂર્ણ થયા છે. ચાહકોએ ‘મિશન ઇમ્પોસિબલ’ સિરીઝને અત્યાર સુધી પસંદ કરી છે. ભારતમાં પણ આ ફિલ્મ હંમેશા પસંદ કરવામાં આવી છે. મિશન ઇમ્પોસિબલ સિરીઝ 1996 માં શરૂ થઈ હતી. અમેઝિંગ હેલિકોપ્ટર સ્ટન્ટ્સ અને ખતરનાક સ્ટન્ટ્સ એ આ સિરીઝનું ખાસ આકર્ષણ છે.

kalmukho str 22 તો શું ખરેખર Mission Impossible-7 માં દેખાશે બાહુબલી સુપરસ્ટાર પ્રભાસ?