Politics/ ગુજરાતમાં સમાજવાદી-સામ્યવાદી પક્ષો પણ શાસન કરી ચૂક્યા છે : જાણો આવી જ કેટલીક રસપ્રદ કહીકતો

ભાવનગરમાં ૧૯૬૮માં પાંચ ભિન્ન વિચારધારાવાળા પાંચ કોંગ્રેસ વિરોધી પક્ષોનો મોરચો જીત્યો હતો : મહુવા અને સાવરકુંડલામાં પ્રજા સમાજવાદી પક્ષ અને પાલીતાણામાં

Top Stories Mantavya Vishesh
political arty ગુજરાતમાં સમાજવાદી-સામ્યવાદી પક્ષો પણ શાસન કરી ચૂક્યા છે : જાણો આવી જ કેટલીક રસપ્રદ કહીકતો

ભાવનગરમાં ૧૯૬૮માં પાંચ ભિન્ન વિચારધારાવાળા પાંચ કોંગ્રેસ વિરોધી પક્ષોનો મોરચો જીત્યો હતો : મહુવા અને સાવરકુંડલામાં પ્રજા સમાજવાદી પક્ષ અને પાલીતાણામાં સામ્યવાદી પક્ષ શાસન કરી ચૂક્યો છે, તો ગુજરાતમાં પ્રથમ વખત જનસંઘની જીત બોટાદ નગરપાલિકામાં ૧૯૬૭માં થઈ હતી

ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત ૧૫મી જાન્યુઆરી બાદ ગમે ત્યારે થઈ શકે છે. પહેલા રાઉન્ડમાં છ મહાનગરો અને બીજા રાઉન્ડમાં ૧૫૮ નગરપાલિકાઓ સહિત ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. આપણે જિલ્લા અને તાલુકા પંચાયતોની પછી વાત કરશું, પરંતુ આજે મહાનગરો અને નગરો અને તેમા  પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના મહાનગરો અને નગરો પૈકી જ્યાં ભૂતકાળની ચૂંટણીમાં કોઈને કલ્પનામાં પણ ન હોય અને આજની પેઢીના યુવાનોને ખબર પણ નહિં હોય તેવા પરિણામો આપેલા છે. ભાવનગર જિલલાનો ભાગ હતો અને હાલ બોટાદ જિલ્લાનું વડુ મથક છે, તે બોટાદમાં ૧૯૬૭-૬૮ના સમયગાળામાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસનો ઘડો લાડવો થઈ ગયો હતો અને આજના ભાજપના પૂરોગામી પક્ષ જનસંઘનો પ્રથમ વિજય થયો હતો. જાણકારો અને વિશ્લેષકોના કહેવા પ્રમાણે ગુજરાતમાં સૌથી પ્રથમ નગરપાલિકા જનસંઘને બોટાદે આપી હતી. જો કે આજ સમયમાં રાજકોટમાં પણ તત્કાલીન જનસંઘનું શાસન હતું. જનસંઘ ભાજપના વિજયનો પાયો બોટાદ – રાજકોટમાં નખાયો હતો, તે પણ વાસ્તવિકતા છે.

@વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક, હિંમત ઠક્કરની કલમથી...
himmat thhakar ગુજરાતમાં સમાજવાદી-સામ્યવાદી પક્ષો પણ શાસન કરી ચૂક્યા છે : જાણો આવી જ કેટલીક રસપ્રદ કહીકતો

ભાવનગર જિલ્લાના બીજા મથક ગણાતા મહુવામાં છેક ૧૯૬૪ સુધી પ્રજા સમાજવાદી પક્ષનું શાસન હતું. મહુવાએ જસવંત મહેતા અને છબીલદાસ મહેતાનો ગઢ ગણાતો હતો. આ બન્ને મહાનુભાવો દેશ અને રાજ્યના રાજકારણમાં તો મહુવા નગરપાલિકાનું સુકાન યુવાનેતા ઈબ્રાહીમ કલાણીયાએ સંભાળ્યું હતું અને ૧૯૬૪ સુધી મહુવાની તમામ બેઠકો પ્રસોપાને ફાળે જતી હતી. ૧૯૬૪માં આ મહાનુભાવોના કોંગ્રેસ પ્રવેશ બાદ ૧૯૮૪ સુધી આ આગેવાનોનો હોલ્ટ હતો. જ્યારે ભાવનગર જિલ્લાનું બીજુ મથક પાલીતાણા છે ઘણાને આ વાંચીને નવાઈ લાગશે કે ૧૯૬૨ પહેલા ત્યાં સામ્યવાદી પક્ષનું શાસન હતું પછી કોંગ્રેસ આવી પણ ૧૯૭૨ના ઈંદિરા વેવ વચ્ચે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જૈનોના તીર્થધામ ગણાતા પાલીતાણાની બેઠક પર બટુક વોરા વિજયી બન્યા હતા જે દાતરડા અને ડુંડાના નિશઆન સાથે સામ્યવાદી પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. જાે કે ૧૯૭૫માં તેઓ હારી ગયા પછી પત્રકાર અને કટાર લેખક તરીકેની કારકિર્દી શરૂ કરી હતી. જાે કે તેઓ સતત સામ્યવાદી વિચારધારાને વફાદાર રહ્યા હતા. જાેકે ભાવનગર જિલ્લાના સામ્યવાદી પક્ષના મોટા ભાગના આગેવાનો ઈ.એમ.એસ. નામ્બુદ્વિપાદ અને જ્યોતિબસુની આગેવાની હેઠળ સામ્યવાદી પક્ષ (માર્ક્સવાદી) એટલે કે સીપીએમમાં જાેડાતા પાલીતાણામાં ૧૯૮૦ આસપાસ થોડા સમય માટે સીપીએમનું શાસન પણ આવ્યું હતું.

હવે વાત કરીએ સાવરકુંડલાની તો ૧૯૯૬ પહેલા સાવરકુંડલા એ ભાવનગર જિલ્લાનો ભાગ હતો ત્યારબાદ અમરેલી જિલ્લાનો ભાગ બન્યું આ પહેલા ૧૯૫૭થી ૧૯૬૭ સુધીના સમયગાળા દરમિયાન સાવરકુંડલા નગરપાલિકામાં તમામ બેઠકો પર જીત મેળવી પ્રજા સમાજવાદી પક્ષે શાસન ચલાવ્યું હતું. પ્રમુખ પદે નવિનચંદ્ર રવાણી હતા. આ નવિનચંદ્ર રવાણી ૧૯૬૨ અને ૧૯૬૭માં ધારાસભાની અને ૧૯૬૭માં સંસદની ચૂંટણી હાર્યા હતા. જાે કે ૧૯૭૦ બાદ રવાણી જૂથ કોંગ્રેસમાં ભળ્યું અને ૧૯૭૨માં નવિનચંદ્ર રવાણી ધારાસભામાં પણ ગયા અને ૧૯૭૩માં નાયબ પ્રધાન પણ બન્યા હતા. ૧૯૭૫ની વિધાનસભા ચૂંટણી હારનાર નવિનચંદ્ર રવાણી ૧૯૮૦ અને ૧૯૮૫ એમ વેખત ઈન્દિરા કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી બે – બે વખત સંસદસભ્ય પણ બન્યા હતા પણ આ આગેવાનનું મૂળ સાવરકુંડલા નગર પાલિકા હતી.

૧૯૬૨ બાદ નગરપાલિકામાં રૂપાંતર થયા પહેલા ભાવનગર નગરપાલિકાનો દરજ્જો બરોમ્યુનિસિપાલિટીનો હતો અને ૧૯૬૨ની ચૂંટણીમાં પ્રજા સમાજવાદી પક્ષના જબ્બર પડકાર છતાં કોંગ્રેસનું શાસન જળવાયું હતું. ૧૯૬૭ બાદ યુનિવર્સિટી આંદોલન થયું ત્યારબાદ ૧૯૬૮માં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ૪૦ બેઠકો હતી. આ બેઠક માટે એક બે નહિ પણ પાંચ વિરોધપક્ષોએ સંયુક્ત મોરચો બનાવ્યો હતો. આ પક્ષોમાં મુક્ત ખેતી મુક્ત બજારના સૂત્રવાળો સંપૂર્ણ જમણેરી પક્ષ ગણાતા સ્વતંત્ર પક્ષ બીજા જમણેરી અને આર.એસ.એસ.ની સુચનાથી ૧૯૫૨માં જેનો ઉદ્‌ભવ થયો હતો તે જનસંઘ હતો. (આ પક્ષ ૧૯૭૭માં જનતા પક્ષમાં વિલિન થયા બાદ ૧૯૮૦માં ભાજપના નામ હેઠળ પૂનઃ જન્મ પામ્યો હતો) જ્યારે સામ્યવાદી પક્ષ જેવો ડાબેરી વિચારધારા વાળો પક્ષ હતો. તો ડો. રામ મનોહર લોહિયાની આગેવાની હેઠળનો સંયુક્ત સમાજવાદી પક્ષ હતો અને તે વખતે ચંદ્રશેખરની આગેવાની હેઠળનો પ્રજા સમાજવાદી પક્ષ આ મોરચામાં સામેલ હતો.

ચૂંટણીમાં બરાબર જંગ જામ્યો બન્ને પક્ષો દ્વારા જાહેર સભાઓ વોર્ડ સભા અને શેરી સભાઓનો દોર ચાલ્યો હતો મતદાન બાદ પરિણામ જાહેર થયું તો તત્કાલીન વિપક્ષોના બનેલા સંયુક્ત મોરચાને ૨૬ બેઠકો મળી કોંગ્રેસને માત્ર ૧૩ મળી અને એક બેઠક પર અપક્ષ ઉમેદવાર જીત્યા. આમ ભાવનગર શહેરી વિસ્તારમાં પ૩થમ વખત વિપક્ષી શાસન આવ્યું આ ચૂંટણીમાં જે ૨૬ બેઠકો પર સંયુક્ત મોરચાને જીત મળેલી તેમાં ડાબેરી વિચારધારાવાળા સામ્યવાદી પક્ષે ૧૨ બેઠકો લડી ૧૨ બેઠકો જીતી હતી. સ્વતંત્ર પક્ષને પણ એક બેઠક મળી હતી. તો પ્રજા સમાજવાદી પક્ષ સંયુક્ત સમાજવાદી પક્ષ અને જનસંઘે પણ સફળતા મેળવી હતી. સામ્યવાદી પક્ષના નીરૂબેન પટેલ અને સંયુક્ત સમાજવાદી પક્ષના કનુભાઈ ઠક્કર તો બે – બે વોર્ડમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તે વખતે પ્રથમ વર્ષ માટે મેયર તરીકે સામ્યવાદી પક્ષના અગ્રણી અને લડાયક મહિલા નેતા નીરૂબેન પટેલ પ્રમુખ બન્યા હતા. (હાલમાં મ્યુ. પ્રમુખનો હોદ્દો મેયર તરીકે ઓળખાય છે) જ્યારે મ્યુ. ઉપપ્રમુખ તરીકે પ્રજા સામ્યવાદી પક્ષના મહિલા નેતા શ્રીમતી હેતસ્વીનીબેન મહેતા ચૂંટાયા હતા. સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન પદે એસ.એસ.પી.ના લડાયક નેતા કનુભાઈ ઠક્કર હતા તો બાંધકામ સમિતિના ચેરમેન જનસંઘના નગીનભાઈ શાહ હતા. જાે કે બીજા વર્ષે હોદ્દેદારો બદલાયા હતા. ૧૯૮૨ બાદ ભાવનગર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયું તે પહેલા ત્યાં બીન પક્ષીય સમિતિનું શાસન હતું જાે કે ૧૯૮૫ની ભાવનગર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસને ૫૧માંથી ૨૩ બેઠકો મળી અને અપક્ષોના ટેકાથી શાસન ચલાવ્યું હતું. ૧૯૯૫થી ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે.

જો કે, ૧૯૬૭ આસપાસ રાજકોટના ધોરાજી નગરપાલિકામાં ડાબેરી ઉમેદવારો જીત્યા હતા. જાે કે ગુજરાતના કેન્દ્ર સમા અમદાવાદની વાત કરીએ તો ત્યાં પણ મહાગુજરાતની લડત બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં મહાગુજરાતની લડત લડનાર સંગઠન મહાગુજરાત જનતા પરિષદને બહુમતી મળી હતી જાે કે ૧૯૬૭ બાદ ફરી ત્યાં કોંગ્રેસની સત્તા આવી હતી. સૌરાષ્ટ્રનું રાજકોટ તો ૨૦૦ની ચૂંટણીને બાદ કરતાં ભાજપનો ગઢ રહ્યું છે. જૂનાગઢમાં જનસંઘ કોંગ્રેસ ભાજપે સત્તા ભોગવી છે. જામનગરમાં ૧૯૬૭ થી ૧૯૭૨ સુધીના સમયગાળામાં અપક્ષોનો દબદબો હતો. વડોદરા – સુરત સહિતના સ્થળોએ ભલે ૧૯૯૫થી ભાજપનું શાસન હોય પરંતુ ત્યાં ભૂતકાળમાં કોંગ્રેસ અને સ્થાનિક અપક્ષો કે સ્થાનિક સંગઠનનું શાસન હતું જ તે હકિકત છે.

આ વખતે છ મહાનગરોની ચૂંટણી પહેલા યોજવાની છે તેમાં ત્રણ મહાનગરો ભાવનગર – રાજકોટ અને જામનગર છે. ભાવનગરમાંતો ૧૯૯૫થી ભાજપ જ છે જામનગરમાં પણ આ જ હાલત છે. જાે કે રાજકોટમાં ૨૦૦૦થી ૨૦૦૫ સુધી કોંગ્રેસનું શાસન આવ્યું હતું પરંતુ ૨૦૦૫ બાદ તો ભાજપની જ બલ્લે બલ્લે છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…