લોકોને રાહત આપવા સરકારી સંસ્થા ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશ (ટીસીબી) એ ઢાકામાં પ્રતિ કિલો 45 ટકા (બાંગલાદેશી ચલણ)ના ભાવે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. જો કે સબસિડીવાળા દરે ડુંગળી ખરીદવા માટે લોકોને ઘણા કલાકો સુધી કતારોમાં લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું.
બાંગ્લાદેશ ડુંગળીની નિકાસ લાદશે,
તુર્કી, ચીન, ઇજિપ્તમાંથી ડુંગળીની આયાત કરશે
બાંગ્લાદેશમાં ડુંગળીના ભાવો આસમાને છે. ક્યારેક 30 ટકાના ભાવે વેચાયેલી ડુંગળી આજે કિલોદીઠ 260 ટકાએ ભાવ પહોંચી ગયો છે. કારણ માત્ર એટલું છે કે બાંગ્લાદેશ સરકારે વિમાન દ્વારા ડુંગળીની આયાત કરવી પડશે. ફુગાવાના કારણે ડુંગળી લગભગ લોકોની પ્લેટ પરથી ગાયબ થઈ ગઈ છે.
બાંગ્લાદેશમાં ડુંગળીના આસમાને આંબતા ભાવ પાછળનું એક કારણ ભારત પણ છે. કારણ કે અહીં ભારતમાં ડુંગળીની કિંમતોમાં ઉછાળા પછી સપ્ટેમ્બરથી ડુંગળીની નિકાસ બંધ કરી દેવામાં આવી છે. ચોમાસાના વરસાદ પછી ભારતમાં ડુંગળીનો પાક મોટા પાયે નાશ પામ્યો હતો, જેના કારણે ડુંગળીની આવકમાં મોટો ઘટાડો થયો હતો. આને કારણે ભારતમાં ડુંગળીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જોકે અહીંના ભાવ બાંગ્લાદેશ કરતા ઓછા છે.
વડા પ્રધાન શેખ હસીનાના નાયબ પ્રેસ સચિવ હસન જાહિદે જણાવ્યું કે ડુંગળી વિમાનથી આયાત કરવામાં આવી રહી છે અને વડા પ્રધાન (શેખ હસીના) એ કહ્યું કે તેમણે ખોરાકમાં ડુંગળીનો ઉપયોગ બંધ કરી દીધો છે. ઢાકામાં ભાવને લઈને લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. તેને ધ્યાનમાં રાખીને, મ્યાનમાર, તુર્કી, ચીન અને ઇજિપ્તમાંથી ડુંગળીની આયાત કરવામાં આવી રહી છે.
આ દરમિયાન લોકોને રાહત આપવા માટે સરકારી સંગઠન ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ બાંગ્લાદેશ માં પ્રતિ કિલો 45 ટકા ના ભાવે ડુંગળીનું વેચાણ શરૂ કર્યું છે. બાંગ્લાદેશની રેસ્ટોરાંમાં પણ ડુંગળીનો ઉપયોગ નોંધપાત્ર ઘટાડો થયો છે. આને કારણે નાસ્તાના વેચાણ ઉપર ભારે અસર જોવા મળી રહી છે.
બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટીએ સોમવારે ડુંગળીના ભાવ સામે દેશવ્યાપી વિરોધ શરૂ કરવાની જાહેરાત કરી છે. વિરોધી પક્ષોનું માનવું છે કે સરકારની ખોટી નીતિઓને કારણે શાકભાજીના ભાવ આસમાનને સ્પર્શી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.