Not Set/ બિઝનેશ/ સુકી પરાલીના પલ્પથી તૈયાર કરવામાં આવતા ડિસ્પોઝેબલ વાસણો, આપશે બમણો લાભ, જાણો કેવી રીતે..? 

સુકી પરાલીને પાણીમાં બોળીને તેને એકથી બે દિવસ રાખ્યા પછી તેનો પલ્પ તૈયાર થાય છે. અને તેમાંથી સારી કવોલીટીના ડિસ્પોઝેબલ વાસણો સરળતાથી તૈયાર કરી શકાય છે. અત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં પરાળીએ કાળો કહેર વર્તાવ્યો છે, તેમાય ખાસ કરીને દિલ્હી વાસીઓનું જીવવું હરામ કરી નાખ્યું છે. આજ ની તારીખે ઉત્તર ભારતમાં પ્રદુષણનું મુખ્ય કારણ એક માત્ર […]

Business
18 11 2019 parali items 19767790 બિઝનેશ/ સુકી પરાલીના પલ્પથી તૈયાર કરવામાં આવતા ડિસ્પોઝેબલ વાસણો, આપશે બમણો લાભ, જાણો કેવી રીતે..? 

સુકી પરાલીને પાણીમાં બોળીને તેને એકથી બે દિવસ રાખ્યા પછી તેનો પલ્પ તૈયાર થાય છે. અને તેમાંથી સારી કવોલીટીના ડિસ્પોઝેબલ વાસણો સરળતાથી તૈયાર કરી શકાય છે.

અત્યારે સમગ્ર ઉત્તર ભારતમાં પરાળીએ કાળો કહેર વર્તાવ્યો છે, તેમાય ખાસ કરીને દિલ્હી વાસીઓનું જીવવું હરામ કરી નાખ્યું છે. આજ ની તારીખે ઉત્તર ભારતમાં પ્રદુષણનું મુખ્ય કારણ એક માત્ર પરલીને ગણવામાં આવે છે.

હવે આ પરાલી જ ખેડૂતોની આવકનું સાધન બનશે. રાયપુરની ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં સંચાલિત એગ્રી બિઝનેસ ઈન્ક્યુબેટરમાં ઈન્દોરના યુવા દંપતીએ પરાલી માંથી ડિસ્પોઝેબલ વાસણો તૈયાર કર્યા છે. આ સાથે જ એગ્રો સ્ટાર્ટઅપ પણ શરૂ કરવામાં આવ્યું છે અને તે તેને નાના પાયે ઉદ્યોગ તરીકે સ્થાપિત કરવા માટે પ્રેરિત કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, પાકના અવશેષોનો નિકાલ, ખાસ કરીને પરાલી, એક મોટી સમસ્યા છે. કેટલાક સ્થળોએ, ખેડૂતો તેને બાળી નાખે છે, જેનાથી મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં જો પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલને એક પડકાર ગણીને પરાલીમાંથી ડિસ્પોઝેબલ વાસણો તૈયાર કર્યા છે. તે આપમેળે ઓગળી પણ જશે અને તેમાંથી કમ્પોસ્ટ ખાતર પણ બનાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.