Not Set/ સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ-સોનાની આયાત ડયુટીમાં થઈ શકે છે ઘટાડો

સોના ઉપરની આયાત ડ્યૂટી હાલ ૧૦ ટકા જેટલી ઊંચી છે. જ્વેલર્સ તથા બુલિયન બજારના વેપારીઓ ઊંચી આયાત ડ્યૂટીના પગલે સરકારની આવક વધે તથા દાણચોરી અટકે તે માટે સોના પર આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવા માગ કરી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર જેમ્સ એન્ડ જ્વેલર્સ સેક્ટરની નિકાસને પ્રોત્સાહન આપવા તથા દાણચોરી અટકાવવા માટે આયાત ડ્યૂટીમાં બે […]

Business
gold imports reu સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ-સોનાની આયાત ડયુટીમાં થઈ શકે છે ઘટાડો

સોના ઉપરની આયાત ડ્યૂટી હાલ ૧૦ ટકા જેટલી ઊંચી છે. જ્વેલર્સ તથા બુલિયન બજારના વેપારીઓ ઊંચી આયાત ડ્યૂટીના પગલે સરકારની આવક વધે તથા દાણચોરી અટકે તે માટે સોના પર આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવા માગ કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ સરકાર જેમ્સ એન્ડ જ્વેલર્સ સેક્ટરની નિકાસને પ્રોત્સાહન આપવા તથા દાણચોરી અટકાવવા માટે આયાત ડ્યૂટીમાં બે ટકાનો ઘટાડો કરી આઠ ટકા કરે તેવી શક્યતા છે. એટલું જ નહીં તબક્કાવાર આયાત ડ્યૂટીમાં ઘટાડો કરી છ ટકા સુધી લાવવાની સંભાવના વ્યક્ત કરાઇ છે.નોંધનીય છે કે ઊંચી આયાત ડ્યૂટીના પગલે ૧૦થી ૧૫ ટકા જેટલું સોનું દાણચોરી મારફતે આવી રહ્યું છે.

સ્થાનિક બુલિયન બજારના વેપારીઓ છેલ્લા કેટલાય સમયથી ૧૦ ટકા જેટલી ઊંચી આયાત ડ્યૂટી છે તેમાં ઘટાડો કરવા માગ કરી રહ્યા છે. વેપારીઓના કહેવા પ્રમાણે ઊંચી આયાત ડ્યૂટીના પગલે તથા ત્રણ ટકા જીએસટીના પગલે જ્વેલરીની માગ તથા નિકાસ પર પણ તેની અસર નોંધાઇ છે.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી હતી. સોનામાં રૂ. ૧૦૦નો ઘટાડો નોંધાઇ ૩૦,૫૦૦ની સપાટીએ ભાવ ખૂલ્યો હતો, જ્યારે ચાંદીમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો જોવાઇ પ્રતિકિલોએ ૪૦,૦૦૦ની સપાટીએ ભાવ જોવાયો હતો.