Mumbai/ મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવી એવી વસ્તુ કે એન્ટિલિયાની બહાર સુરક્ષા કરાઇ સઘન

મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો મળી આવતા મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ કારની અંદરથી ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો છે, જેમાં તૂટેલા અંગ્રેજી અક્ષરમાં મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જે કારમાંથી આ પત્ર મળ્યો છે તેમાથી મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા લખેલી બેગ મળી […]

India
mukeshh મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવી એવી વસ્તુ કે એન્ટિલિયાની બહાર સુરક્ષા કરાઇ સઘન

મુકેશ અંબાણીના નિવાસસ્થાનની બહાર વિસ્ફોટકોથી ભરેલી એક સ્કોર્પિયો મળી આવતા મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી છે. પોલીસના જણાવ્યા મુજબ કારની અંદરથી ધમકીભર્યો પત્ર પણ મળી આવ્યો છે, જેમાં તૂટેલા અંગ્રેજી અક્ષરમાં મુકેશ અંબાણી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. જે કારમાંથી આ પત્ર મળ્યો છે તેમાથી મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા લખેલી બેગ મળી આવી છે.

પત્રમાં લખ્યું છે – ‘નીતા ભાભી અને મુકેશ ભૈયા પરિવાર, આ એક ઝલક છે. આગલી વખતે આ પૂર્ણ થશે. તમારા આખા કુટુંબને ઉડાડી દેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ”જણાવી દઈએ કે ગુરુવારે સાંજે અંબાણીના નિવાસસ્થાન ‘એન્ટિલિયા’ નજીક કાર્મિકલ રોડ પર પાર્ક કરેલા વાહનમાં જેલેટીન મળી આવી હતી. આ કેસમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આ મુખ્યત્વે ધમકી આપવા માટે કરવામાં આવ્યું છે. મુંબઈ પોલીસને સાંજના પાંચ વાગ્યે પહેલી માહિતી મળી, ત્યારબાદ સ્થાનિક પોલીસ આવી ગઈ. બાદમાં કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ સ્થાનિક ડીસીપી અને એસીપી સાથે બોમ્બ નિરોધક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. કારની અંદરથી વિસ્ફોટક સામગ્રીને સલામત રીતે બહાર કાઢવામાં આવી છે અને પોલીસે વાહનનો કબજો મેળવ્યો છે.


આ મામલે તપાસ કરવા ક્રાઇમ બ્રાંચની દસ ટીમો બનાવવામાં આવી છે. મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

સુરક્ષામાં વધારો થયો
મહારાષ્ટ્ર સરકારના ગૃહ રાજ્યમંત્રી શંભુરાજ દેસાઇએ આ કેસમાં કહ્યું છે કે મુકેશ અંબાણીના પરિવારની સુરક્ષા જરૂરિયાતમાં વધારવામાં આવશે. મુંબઇ પોલીસના પીઆરઓએ જણાવ્યું કે, ‘ગામાદેવી પોલીસ સ્ટેશનની હદ હેઠળ કાર્મિકલ રોડ પર એક શંકાસ્પદ વાહન મળી આવ્યું હતું, ત્યારબાદ બોમ્બ નિકાલની ટુકડી અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. વાહનની અંદરથી વિસ્ફોટક જિલેટીન મળી આવ્યું હતુ તે વિસ્ફોટક ડિવાઇસ નથી. ‘