@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
કળયુગમાં મિલકત માટે પુત્ર માતાપિતાને મારીને ઘરની બહાર નિકાળી દે તેવી અનેક ધટનાઓ અગાઉ બની છે ત્યારે જુહાપુરામાં મિલકત માટે પુત્ર અને પુત્રવધુએ 65 વર્ષીય વૃધ્ધાને હાથપગ તોડી નાખવાની ધમકી આપી છે.જુહાપુરામાં રહેતા 65 વર્ષીય વૃધ્ધા અનવરીબાનુએ પોતાનાં દિકરા અને પુત્રવધુ સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
થોડા દિવસો પહેલા વૃધ્ધાએ પોતાના દિકરા ફરહાનને તેઓનાં નારોલનાં ગોડાઉનનુ ભાડુ તેમજ પ્રોપર્ટીનાં દસ્તાવેજ માંગતા ઉશ્કેરાયેલા પુત્રએ માતા સાથે ઝધડો કરી ગાળાગાળી કરી હતી તેમજ પુત્રવધુ સુજાને વૃધ્ધાને ગંદી ગાળો બોલી હતી. જે બાદ બન્નેએ વૃધ્ધા અનવરીબાનુને ધમકી આપી હતી કે “હવે પછી ગોડાઉનનું ભાડુ કે પ્રોપર્ટીનાં દસ્તાવેજ માંગીશ તો તારા હાથ પગ તોડી નાખીશુ”.

જે બાદ સોમવારે રાતનાં સમયે વૃધ્ધા પોતાના મોટા દિકરા ફહીમ તેમજ દિકરી સાથે ઘરે હાજર હતા તે સમયે નાનો દિકરો ફરહાન ઘરે આવ્યો હતો ત્યારે પણ માતાએ નારોલનાં ગોડાઉનનુ ભાડુ કેમ નથી આપતો અને પ્રોપર્ટીનાં દસ્તાવેજ ક્યાં છે તેવુ કહેતા તેઓનાં દિકરા ફરહાને કહ્યુ હતુ કે “મારી પાસે પૈસા પણ નથી અને પ્રોપર્ટીનાં દસ્તાવેજ પણ નથીઁ”..તેવુ કહીને ઝધડો કર્યો હતો. અંતે પોતાની સંપત્તી માટે માતાએ પોલીસની મદદની લીધી છે.અને આ સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે..પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી દિકરા અને વહુની સામે પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરી છે.
