Murder/ દિલ્હીમાં પુત્રએ જ પરિવારના ચાર સભ્યોની કરી હત્યા

દિલ્હીના પાલમ વિસ્તારમાં યુવકે પોતાના  પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  આરોપી મૃતકનો પુત્ર છે

Top Stories India
3 5 દિલ્હીમાં પુત્રએ જ પરિવારના ચાર સભ્યોની કરી હત્યા

દિલ્હીના પાલમ વિસ્તારમાં યુવકે પોતાના  પરિવારના ચાર સભ્યોની હત્યા કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર  આરોપી મૃતકનો પુત્ર છે. તેણે તેની બે બહેનો દાદી અને પિતાની હત્યા કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર આરોપી નશાનો વ્યસની છે. તેણે જ ઘરના ચાર સભ્યોની હત્યા કરી હતી. યુવકે છરી વડે હુમલો કરી ચારેયની હત્યા કરી નાખી હતી. જોકે, તેણે આ હત્યા શા માટે કરી તે જાણી શકાયું નથી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે. પોલીસે તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ આ કેસની તપાસમાં લાગી ગઈ છે. આરોપી યુવકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

ઘટનાસ્થળેથી કેટલીક તસવીરો પણ સામે આવી છે. આમાં જોઈ શકાય છે કે યુવકે રૂમમાં બહેનની હત્યા કરી હતી, તેની લાશ રૂમમાં પડેલી જોવા મળે છે. જ્યારે દાદી પલંગ પર મૃત હાલતમાં પડેલા જોવા મળે છે. તે જ સમયે બાથરૂમમાં એક બહેન અને પિતાના મૃતદેહ દેખાય છે.