હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામોમાં ભાજપનાં ઉમેદવાર અને ટિકકોક સ્ટાર સોનાલી ફોગાટ આદમપુર વિધાનસભા બેઠક પરથી હારી ગયા હતા. તેમને કોંગ્રેસનાં નેતા કુલદીપ બિશ્નોઇએ પરાજિત કર્યા હતા. સોનાલી ફોગાટની હાર બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જોર જોરથી રડતી જોવા મળી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યાં છે. જો કે આ વીડિયો ચૂંટણી કરતા જૂનો છે, પરંતુ લોકો તે કહીને શેર કરી રહ્યા છે કે સોનાલી ફોગાટ ચૂંટણીમાં હાર્યા બાદ રડી રહી છે.
https://twitter.com/Khush_boozing/status/1187624886514044929
આપને જણાવી દઈએ કે, હરિયાણાની ચૂંટણીમાં સોનાલી ફોગાટને 27.78 ટકા મત મળ્યા છે જ્યારે કુલદીપ બિશ્નોઇને 51.7 ટકા મત મળ્યા છે. હરિયાણાની જનતાએ ઓછા મત આપી સ્પષ્ટ કર્યુ છે કે તેઓ કુલદિપ બિશ્નોઇ પર વધુ ભરોસો કરી રહ્યા છે. આપને જણાવી દઇએ કે, સોનાલી ફોગાટ ટિકટોક પર ખૂબ પ્રખ્યાત છે. તેના એક લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ભાજપે તેને ટિકિટ આપી હતી. પરંતુ તે આ ચૂંટણીમાં ખરાબ રીતે હારી ગઈ છે, ત્યારબાદ હવે લોકો તેના જ વીડિયો મારફતે તેનું દર્દ વ્યક્ત કરી રહ્યા છે.
BJP candidate from Adampur Sonali Phogat thanked the party for believing in her 'tik tok' videos and gave a statement post defeat#AssemblyElections2019 pic.twitter.com/1s5WMrX989
— Dr Pooja Tripathi (@Pooja_Tripathii) October 24, 2019
https://twitter.com/SanjayV_INC/status/1187348104661491712
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
