Auto/ SONY જલ્દી લોન્ચ કરી શકે છે ઘાંસુ ઇલેક્ટ્રિક કાર, લૂક જોઇને અક્કલ કામ નહીં કરે

જાપાની ટેક કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ એક વીડિયોમાં આ ઇલેક્ટ્રિક સેડાનના આંતરિક ભાગની ઝલક આપવામાં આવી છે. આ જોઈને, અનુમાન લગાવી શકાય છે કે તેમાં ઘણી હાઇટેક સુવિધાઓ જોવા મળશે. વિઝન-એસ (Vision-S)નવા ઇવી પ્લેટફોર્મ દ્વારા સંચાલિત કરવામાં આવશે અને તેને ઓટોમોટિવ સપ્લાયર મેગ્ના દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. જોકે તેની બેટરી અંગે કંપની દ્વારા […]

Tech & Auto

જાપાની ટેક કંપની દ્વારા બહાર પાડવામાં આવેલ એક વીડિયોમાં આ ઇલેક્ટ્રિક સેડાનના આંતરિક ભાગની ઝલક આપવામાં આવી છે. આ જોઈને, અનુમાન લગાવી શકાય છે કે તેમાં ઘણી હાઇટેક સુવિધાઓ જોવા મળશે. વિઝન-એસ (Vision-S)નવા ઇવી પ્લેટફોર્મ દ્વારા સંચાલિત કરવામાં આવશે અને તેને ઓટોમોટિવ સપ્લાયર મેગ્ના દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

Sony VISION-S electric car tested on public roads in Europe - SlashGear

જોકે તેની બેટરી અંગે કંપની દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં 536 એચપી ડ્યુઅલ મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ મળશે જે પાંચ સેકન્ડમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે અને 240kmph ની ટોપની સ્પીડ પકડી શકે છે..

Sony reveals more details on its secretive Vision-S sedan | TechCrunch

તાજેતરમાં જ એક સમાચાર આવ્યા હતા, એપલે તેની ઇલેક્ટ્રિક કાર બનાવવાની દિશામાં કામ કરતી વખતે હ્યુન્ડાઇ સાથે ભાગીદારી પણ કરી છે. પરંતુ આમાંથી કોઈપણ કંપની દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

Sony showed off an electric car to highlight its automotive technologies |  Engadget

એપલ પછી, સોની ટેક વર્લ્ડ પણ ઇલેક્ટ્કિ કારને લઇને જાહેરાત કરી શકે છે. જેનુ નામ Vision-S છે. કંપનીએ આ કારને સીઈએસ 2020 પર રજૂ કરી હતી અને હવે આ કાર ફરીથી દેખાઈ છે. કંપનીએ તાજેતરમાં સોશિલ મીડિયા પર વિઝન-એસ સેડાનનો એક પરીક્ષણ વીડિયો પોસ્ટ કર્યો હતો, હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે.

CES 2020: Sony announces electric car concept - BBC News

 

એવું લાગે છે કે સોની ખૂબ ઝડપથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. હવે કંપનીએ સીઇએસ 2021 ના ​​પ્રસંગે આ કારના બે વીડિયો પ્રકાશિત કર્યા છે, જેમાં કંપની પહેલી વિઝન-એસ ઇલેક્ટ્રિક સેડાન પરીક્ષણ દરમિયાન યુરોપની રસ્તાઓ પર જોવા મળી રહી છે.

Sony reveals more details on its secretive Vision-S sedan | TechCrunch

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોની વિઝન-એસ આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષના અંત સુધીમાં સેડાનને બજારમાં વેચવા માટે ઉપલબ્ધ કરી શકે છે.