Not Set/ ફિલીપાઈન્સ/ ટેકઓફ થયાના થોડા જ સમયમાં જ વિમાનના એન્જિનને લાગી આગ, જાણો પછી શું થયું..?

ફિલિપાઈન્સમાં, વિમાનમાં 347 મુસાફરો સાથે ઉડાન ભરી હતી, પરંતુ તેના ઉડાન ભર્યાના થોડા સમય પછી, તેના એક એન્જિનમાં અચાનક આગ લાગી હતી. અને પછી તેને કટોકટીમાં ઉતરાણ કરવું પડ્યું હતું. એલએએફ એરપોર્ટ ઉપરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી   ફિલિપાઈન એરલાઇન્સના બોઇંગ 777 વિમાનને આગ લાગી હતી. આગને કારણે આ વિમાનને કટોકટીમાં ઉતરવું પડ્યું હતું. જ્યારે […]

World
22 11 2019 flame in plane 19779627 ફિલીપાઈન્સ/ ટેકઓફ થયાના થોડા જ સમયમાં જ વિમાનના એન્જિનને લાગી આગ, જાણો પછી શું થયું..?

ફિલિપાઈન્સમાં, વિમાનમાં 347 મુસાફરો સાથે ઉડાન ભરી હતી, પરંતુ તેના ઉડાન ભર્યાના થોડા સમય પછી, તેના એક એન્જિનમાં અચાનક આગ લાગી હતી. અને પછી તેને કટોકટીમાં ઉતરાણ કરવું પડ્યું હતું. એલએએફ એરપોર્ટ ઉપરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી   ફિલિપાઈન એરલાઇન્સના બોઇંગ 777 વિમાનને આગ લાગી હતી. આગને કારણે આ વિમાનને કટોકટીમાં ઉતરવું પડ્યું હતું. જ્યારે વિમાનના એન્જિનમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા હતા, ત્યારે કેટલાક મુસાફરો વિમાનમાં સવાર હતા, અને અન્ય બીજા મુસાફરોએ વિમાનના એન્જિનમાં જ્વાળાઓ જોયા પછી તેનો વીડિયો બનાવ્યો હતો, આ બંને વીડિયો વાયરલ થયા હતા.

કટોકટીમાં વિમાનને ઉતરાણ કરવું પડ્યું

વિમાનમાં આગ લાગ્યા બાદ કટોકટીમાં વિમાનને એરપોર્ટ પર પાછા લાવવામાં આવ્યું હતું. વિમાનના એન્જિનમાં લાગેલી આગને કારણે વિમાનમાં સવાર તમામ મુસાફરો ગભરાઈ ગયા હતા, પરંતુ કોઈ મુસાફરોને નુકસાન થયું ન હતું.  આગ બાદ વિમાનને સુરક્ષિત જમીન  પર પાછુ ઉતરાણ કરવામાં અવાયું હતું.  જેના કારણે કોઈ મુસાફરોને કોઈ નુકસાન થયું ન હતું. બોઇંગ 777 વિમાન લાન્સ એગિન્સ આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી મનિલા જઈ રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.