OMG!/ જલ્દી જ તમારું પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું થશે પૂરુ, Viral Video

જો તમે પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું જુઓ છો તો એ સપનું પૂરું કરવા માટે એક લક્ઝરી યાટ આવવાની છે. હા, આવી ઈચ્છા ધરાવતા લોકો માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે.

Ajab Gajab News
આ બોટ હવા અને પાણીમાં તરી શકશે

જો તમે પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું જુઓ છો તો એ સપનું પૂરું કરવા માટે એક લક્ઝરી યાટ આવવાની છે. હા, આવી ઈચ્છા ધરાવતા લોકો માટે એક ખૂબ જ મોટા અને સારા સમાચાર આવ્યા છે.

1 2022 01 14T111830.543 જલ્દી જ તમારું પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું થશે પૂરુ, Viral Video

આ પણ વાંચો – OMG! / લો બોલો!! ન કોઇ ટેસ્ટ ન ઘરની બહાર નિકળી છતા આ મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આ સમાચાર ઇટાલીથી સામે આવ્યા છે, જ્યાં એક કંપની એવી લક્ઝરી યાટ બનાવવા જઇ રહી છે જે હવામાં સરળતાથી ઉડી શકે છે અને દુનિયાભરનાં સમુદ્રમાં પણ તરતી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ યાટ લગભગ 490 ફૂટ લાંબી હશે અને તેને ‘એર યાટ’ કહેવામાં આવી રહી છે. આ યાટ ડ્રાય કાર્બન ફાઈબર સ્ટ્રક્ચરમાંથી બનાવવામાં આવી રહી છે જે 60 નોટ અથવા 112 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. આપને જણાવી દઈએ કે, ફ્લાઇટમાં મદદ કરવા માટે આ યાટની અંદર 4 સોલર પાવર્ડ ઇલેક્ટ્રિક પ્રોપેલર લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ તેમાં હિલીયમથી ભરેલા બલૂન લગાવવામાં આવ્યા છે અને તેની મદદથી તે ઉડી શકે છે, ફરે છે અને પાણી પર તરી પણ શકે છે. આ સિવાય એર યાટ હવામાં રહી શકે છે કારણ કે તેના ફુગ્ગાઓ હિલીયમથી ભરેલા હોય છે જે હવા કરતા હળવા હોય છે. અને પ્રોપેલર્સ તેને ઉડવા માટે મદદ કરે છે.

Instagram will load in the frontend.

જોકે, અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે જ્યારે તે એર યાટ બનશે ત્યારે તેની કિંમત કેટલી હશે. કંપનીનું કહેવું છે કે તેણે તે ખાનગી માલિકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી છે જેઓ આ યાટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર કાર્બન ફાઈબર સ્ટ્રક્ચરની સાઈઝ લગભગ 300 ફૂટ હશે. તેની પહોળાઈ 260 ફૂટ હશે. આ સિવાય આ યાટની અંદર બે વિશાળ બલૂન સિવાય 8 એન્જિન લગાવવામાં આવશે. આ તમામ એન્જિન લાઇટ બેટરી અને સોનલ પેનલ પર ચાલશે. તાજેતરમાં, કંપની લેઝારિનીએ જણાવ્યું હતું કે આ બોટ 60 નોટ અથવા 112 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકશે. કહેવામાં આવી રહ્યું છે કે આ યાટ 48 કલાક સુધી સતત ઉડી શકે છે.

1 2022 01 14T111909.553 જલ્દી જ તમારું પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું થશે પૂરુ, Viral Video

આ પણ વાંચો – કેરળ / લો બોલો!! WhatsApp પર પત્નીઓની અદલા-બદલીનો ચાલી રહ્યો હતો ખેલ, પોલીસે રેકેટનો કર્યો પર્દાફાશ

કંપનીનું કહેવું છે કે, “એર યાટ એવું વિમાન નથી કે જે સામાન્ય માણસને લઈ જાય અથવા પ્રવાસીઓ માટે હશે. તેની ડિઝાઇન ખાનગી માલિકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જેઓ જગ્યા ધરાવતી યાટ્સ રાખવા માંગે છે. રિપોર્ટ્સ અનુસાર, આ યાટની અંદર બેડ અને બાથની સુવિધા સાથે પ્રાઈવેટ સ્વીટ હશે. આનાથી મુસાફરો લાંબી મુસાફરી દરમિયાન ઘણા દિવસો પસાર કરી શકશે. આ સાથે આ યાટ પર રોકાતા મુસાફરો પાણીમાં રહીને મોજા જોઈ શકશે અને 5000 ફૂટની ઉંચાઈ પર તાજી હવાનો શ્વાસ પણ લઈ શકશે.