Movie Masala/ ફિલ્મ ‘ઉંચાઈ’માં સલમાન ખાનને કાસ્ટ ન કરવા બદલ સૂરજ બડજાત્યાએ કર્યો ખુલાસો..જાણો કારણ..

સૂરજ બડજાત્યા અને સલમાન ખાને ઘણી વખત એકસાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. બંનેએ ‘મૈંને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈ કૌન’ જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે

Trending Entertainment

સૂરજ બડજાત્યા અને સલમાન ખાને ઘણી વખત એકસાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. બંનેએ ‘મૈંને પ્યાર કિયા’ , ‘હમ આપકે હૈ કૌન’, હમ સાથ સાથ હૈ, પ્રેમ રતન ધન પાયો જેવી ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જો કે છેલ્લા ઘણા સમયથી બંનેએ એકસાથે કોઈ ફિલ્મ કરી નથી. આ દરમિયાન સૂરજ બડજાત્યાએ ફિલ્મ ‘ઉંચાઈ’માં સલમાન ખાનને મુખ્ય અભિનેતા તરીકે ન લેવા અંગે મોટો ખુલાસો કર્યો છે. જાણો શું કહે છે સૂરજ બડજાત્યા.

સૂરજ બડજાત્યાએ ‘ઉચાઈ’ના ટ્રેલર લૉન્ચ વખતે સલમાન વિશે ખુલાસો કરતાં કહ્યું, ‘સલમાન ખાનને આ પ્રોજેક્ટ વિશે પહેલેથી જ ખબર હતી. સલમાને પણ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ આ ફિલ્મ માટે હું એવા કલાકારોની શોધમાં હતો જે પર્વત પર ચઢી ન શકે, જોકે હું જાણું છું કે સલમાન પહાડ પર ચઢી શકે છે.

આ સાથે સૂરજ બડજાત્યાએ ફિલ્મ વિશે એ પણ જણાવ્યું કે તેણે આગ્રા, કાનપુર અને ગોરખપુરની સાથે હજારો ફૂટ ઊંચા પહાડ પર પણ ફિલ્મનું શૂટિંગ કર્યું છે. સૂરજે પહેલીવાર આવી ફિલ્મમાં કામ કર્યું છે. ઉલ્લેખનીય છે કે સૂરજ બડજાત્યા પારિવારિક ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે.

11 નવેમ્બરે રીલિઝ થનારી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઈરાની અને ડેની ડેન્ઝોંગપા જેવા મોટા સ્ટાર્સ એકસાથે  એક્ટિંગનો જાદુ રેલાવતા જોવા મળશે. આ ફિલ્મમાં નીના ગુપ્તા, પરિણીતી ચોપરા, નફીસા અલી અને સારિકા પણ જોવા મળશે. સૂરજ બડજાત્યા આ ફિલ્મ દ્વારા ચાર મિત્રોની વાર્તાને પડદા પર લાવવાના છે. દર્શકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.