Cricket/ સૌરવ ગાંગુલીએ ઋષભ પંતને આપી આ ખાસ સલાહ

BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાની કવાયત શરૂ કરતા પહેલા પોતાની…

Trending Sports
advice to Rishabh Pant

advice to Rishabh Pant: BCCIના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે ભારતના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પાછા ફરવાની કવાયત શરૂ કરતા પહેલા પોતાની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પૂરો સમય કાઢવો જોઈએ. પંત ગયા વર્ષે ડિસેમ્બરમાં રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો. હાલમાં તે પોતાની ઇજાઓમાંથી બહાર આવવાની પ્રક્રિયામાં છે.

ભૂતપૂર્વ ભારતીય સુકાની ગાંગુલીએ કહ્યું કે, દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ સિઝનમાં ચોક્કસપણે તેમના વિકેટ કીપર બેટ્સમેનની ખોટ અનુભવશે. પંત છેલ્લા કેટલાક સિઝનથી દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન છે. ગાંગુલી આ ટીમ સાથે ક્રિકેટ ડાયરેક્ટર તરીકે જોડાયેલા છે. ગાંગુલીએ IPL ફ્રેન્ચાઈઝી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહ્યું કે, “મને ખાતરી છે કે રાષ્ટ્રીય ટીમ પણ તેની ખોટ અનુભવી રહી છે. તે યુવાન છે અને તેની કારકિર્દીમાં ઘણો સમય બાકી છે. તે એક ખાસ ખેલાડી છે અને તેણે સંપૂર્ણ સ્વસ્થ થવા માટે પોતાનો પૂરો સમય લેવો જોઈએ. અમે તેમને શુભેચ્છા પાઠવીએ છીએ અને હું પણ તેમને મળીશ. ગાંગુલીએ IPL 2023ના તબક્કા પહેલા અરુણ જેટલી સ્ટેડિયમમાં ટીમના પ્રી-સિઝન કેમ્પ દરમિયાન તમામ ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખી હતી.

ડેવિડ વોર્નર (આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન) વિશે પૂછવામાં આવતા ગાંગુલીએ કહ્યું કે, “ડેવિડ વોર્નર ટીમનું નેતૃત્વ કરવા માટે ઉત્સુક છે, તે એક મહાન ખેલાડી છે. તેણે ઘણા રન બનાવ્યા છે અને તે ઘણો અનુભવી પણ છે. વોર્નર પાસે પણ IPLનો ઘણો અનુભવ છે તેથી તેની હાજરી પણ ખાસ રહેશે.

આ પણ વાંચો:વાઝુદ્દીન સિદ્દીકી પર આરોપો વચ્ચે પૂર્વ પત્ની આલિયાની મુશ્કેલીઓ વધી, જાણો કોણે નોંધાવ્યો કેસ

આ પણ વાંચો:Happy family : કન્ડિશન્સ એપ્લાયના કલાકાર અને નિર્માતાએ અમદાવાદ શહેરની મુલાકાત લીધી

આ પણ વાંચો:‘બાળ કલ્યાણ’ નફાકારક પ્રવૃત્તિ માટે હોતું નથીઃ રાણી મુખર્જીની ફિલ્મ અંગે નોર્વેનો જવાબ

આ પણ વાંચો:આખરે, કેમ આ ગાયકના દીવાના થયા પીએમ મોદી, આ રીતે કર્યા વખાણ: જુઓ વીડિયો