Not Set/ હેવમોર આઇસક્રીમને 1,020 કરોડ રૂપિયામાં સાઉથ કોરિયન કંપનીએ ખરીદી

  અમદાવાદ અમદાવાદની જાણીતી આઇસક્રીમ કંપની હેવમોર આઇસક્રીમ લિમિટેડને 1,020 કરોડ રૂપિયામાં સાઉથ કોરિયન કંપની લોતે કન્ફેક્શનરીએ અધિગ્રહણ કરી છે.23 નવેમ્બરે લોતે કન્ફેક્શનરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટીંગમાં હેવમોર આઇસક્રીમ લિમિટેડના 100 ટકા શેર લેવાનો નિર્ણય કર્યો હતો.બુધવારે હેવમોરના શેર ખરીદવા અંગેનો એગ્રીમેન્ટ બન્યો હતો અને હવે આવતા અઠવાડિયે આ સોદો થઇ જશે. અમદાવાદમાં 1944માં શરૂ […]

Top Stories
havmor logo હેવમોર આઇસક્રીમને 1,020 કરોડ રૂપિયામાં સાઉથ કોરિયન કંપનીએ ખરીદી

 

અમદાવાદ

અમદાવાદની જાણીતી આઇસક્રીમ કંપની હેવમોર આઇસક્રીમ લિમિટેડને 1,020 કરોડ રૂપિયામાં સાઉથ કોરિયન કંપની લોતે કન્ફેક્શનરીએ અધિગ્રહણ કરી છે.23 નવેમ્બરે લોતે કન્ફેક્શનરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટીંગમાં હેવમોર આઇસક્રીમ લિમિટેડના 100 ટકા શેર લેવાનો નિર્ણય કર્યો હતો.બુધવારે હેવમોરના શેર ખરીદવા અંગેનો એગ્રીમેન્ટ બન્યો હતો અને હવે આવતા અઠવાડિયે આ સોદો થઇ જશે.

અમદાવાદમાં 1944માં શરૂ થયેલી હેવમોર આઇસક્રીમ છેલ્લાં 5 વર્ષથી ભારતની અગ્રેસર બ્રાન્ડ ગણાય છે.હેવમોર 14 રાજ્યોમાં તેના પાર્લર નેટવર્ક માટે જાણીતી છે.દેશભરમાં 30 હજાર જેટલા નાના-મોટા ડિલર્સ ધરાવતી હેવમોર તેના બે પ્લાન્ટમાં આઇસક્રીમની 150 જેટલી પ્રોડક્ટ્સ બનાવે છે.

આ સોદા પછી પણ હેવમોર પોતાની રેસ્ટોરન્ટની ચેઇન અને કોફી શોપ ચાલુ રાખશે.

સાઉથ કોરિયાની ફુટડ એન્ડ બેવરીજની જાણીતી કંપની લોતે કનફેક્શનરી પણ ભારતમાં 2004થી કાર્યરત છે.ચેન્નાઇ અને દિલ્હીમં ચોકો પાઇની ફેક્ટરી ધરાવતી લોતે 80 બિલીયન ડોલરની કંપની ગણાય છે.ગયા વર્ષે લોતેએ ભારતમાં ચોકો પાઇ માર્કેટનો 90 ટકા હિસ્સો સર કર્યો હતો.