Not Set/ સાઉથના વધુ એક સ્ટારને લાગ્યો કોરોના, ચાહકોએ કહ્યું: જલ્દી સ્વસ્થ થઇ જાવ…..

દક્ષિણમાં સુપરસ્ટાર કહેવાતા રામ ચરણે પ્રિયંકા સાથે અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ઝંઝીરની રિમેકમાં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ વધારે વખાણ જેવી ન હતી,

Entertainment
a 425 સાઉથના વધુ એક સ્ટારને લાગ્યો કોરોના, ચાહકોએ કહ્યું: જલ્દી સ્વસ્થ થઇ જાવ.....

તેલુગુ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર ચિરંજીવીના પુત્ર અને તેલુગુ સ્ટાર રામ ચરણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. રામ ચરણે તેના ટ્વિટર એકાઉન્ટ પર તેને કોરોનાને ચેપ લાગવાની માહિતી આપી છે. મગધીરા અને ધ્રુવા ફેમ રામ ચરણને કોરોનાનો ચેપ લાગ્યાં બાદ, તેના ચાહકો તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે આ દિવસોમાં રામ ચરણ બાહુબલી ફેમ રાજામૌલીના નવા પ્રોજેક્ટ આરઆરઆર માટે શૂટિંગ કરી રહ્યા હતા.

 આપને જણાવી દઈએ કે દક્ષિણમાં સુપરસ્ટાર કહેવાતા રામ ચરણે પ્રિયંકા સાથે અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ઝંઝીરની રિમેકમાં કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ વધારે વખાણ જેવી ન હતી, પણ હા રામ ચરણની કૃતિના વખાણ થયા. રામ ચરણ તેજાએ તેલુગુ ફિલ્મ ચિરુતાથી દક્ષિણ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો.

તાજેતરમાં જ રામ ચરણ તેજા તેમના પરિવારમાં નિહારિકા કોંડેલાના લગ્નમાં જોડાયા હતા અને તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…