Not Set/ લો બોલો …!! વડોદરા મહાનગર પાલિકામાં, જમીન સંપાદન કર્યા વિના જ બ્રિજ તૈયાર, ઉદ્ઘાટન પણ થઇ ગયું

વડોદરામાં મહાનગર પાલિકાની વિચિત્રતા જોવાં મળી રહી છે. શહેરમાં પાલિકાએ જમીન સંપાદન કર્યા વિના જ એક બ્રિજ તૈયાર કર્યો છે. નવાઇની વાત તો એ છે કે સાત વર્ષ પહેલાં બ્રિજનું ઉદ્ઘાટન થઇ ચૂક્યું છે છતાં આજદિન સુધી તેનો વપરાશ શરૂ નથી થયો. છતાં અત્યાર સુધી પાલિકાએ તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાંખ્યા છે અને બીજા […]

Gujarat Vadodara
vmc લો બોલો ...!! વડોદરા મહાનગર પાલિકામાં, જમીન સંપાદન કર્યા વિના જ બ્રિજ તૈયાર, ઉદ્ઘાટન પણ થઇ ગયું

વડોદરામાં મહાનગર પાલિકાની વિચિત્રતા જોવાં મળી રહી છે. શહેરમાં પાલિકાએ જમીન સંપાદન કર્યા વિના જ એક બ્રિજ તૈયાર કર્યો છે. નવાઇની વાત તો એ છે કે સાત વર્ષ પહેલાં બ્રિજનું ઉદ્ઘાટન થઇ ચૂક્યું છે છતાં આજદિન સુધી તેનો વપરાશ શરૂ નથી થયો. છતાં અત્યાર સુધી પાલિકાએ તેની પાછળ કરોડો રૂપિયા ખર્ચી નાંખ્યા છે અને બીજા કરોડો રૂ. ખર્ચવાનો તખ્તો પણ ઘડી નાંખ્યો છે. શું છે વિકાસનાં નામે વડોદરા મહાનગરપાલિકાની આ મુર્ખતા..?

વિશ્વામિત્રી નદી પર બનેલો ઓવરબ્રિજ અને તેની આસપાસ ઊગી નીકળેલાં ઝાડી ઝાંખળા.  બ્રિજની બંને તરફ એપ્રોચ રોડ પણ નથી. જેને લઈને કરોડો રૂપિયા ખર્ચવા છ્તય જનતા ની મુશ્કેલી ઠેર નિથર જોવા મળી રહી છે. રાજ્યમાં વિકાસની વાર્તાઓ વચ્ચે કહેવાતાં સ્માર્ટ સિટી વડોદરામાં એક એવો બ્રિજ બન્યો છે,  જે અહીંની મહાનગરપાલિકાનાં અંધેર વહીવટનો શ્રેષ્ઠ નમુનો બનીને રહી ગયો છે. શહેરનાં કલાલી વિસ્તારમાં પાલિકાએ અટલાદરા અને માંજલપુરને જોડતા ૩૬ મીટરના રોડ પર વિશ્વામિત્રી નદી પર ૮૦ મીટર લાંબો અને ૨૭ મીટર પહોળો બ્રિજ બનાવ્યો હતો. વર્ષ 2014માં રૂ. ૧૩ કરોડનાં ખર્ચે બનેલાં આ બ્રિજનું લોકાર્પણ જે તે વખતે શહેરનાં વિકાસકાર્યો અંતર્ગત કરવામાં આવ્યું હતું. પરંતુ 5 વર્ષ બાદ પણ આજદિન સુધી આ બ્રિજનો સંપૂર્ણ ઉપયોગ શરૂ નથી થયો..

 વિસ્તારનાં લોકો હજી આ બ્રિજનો ઉપયોગ કરે તે પૂર્વે જ તેમાં ૧૩ કરોડ ખર્ચાઇ ચૂક્યા છે. અને હજી બીજા ૯.૩૪ કરોડનો ખર્ચ થવા જઇ રહ્યો છે. તાજેતરમાં જ પાલિકાની સ્થાયી સમિતીએ આ બ્રિજનાં સમારકામ તેમજ રસ્તાનું કામ કરાવવાં બીજા ૯.૩૪ કરોડ રૂ.નાં કામને મંજુરી આપી છે. જેથી રૂ. ૧૩ કરોડનો બ્રિજ કોર્પોરેશનને વધુ રૂ. 22.34 કરોડ રૂ.માં પડશે. જો કે, તેમ છતાં આ બ્રિજ સંપૂર્ણ શરૂ થતાં હજી બે વર્ષ લાગી શકે છે.

કલાલી વિસ્તારમાં બનેલાં આ બ્રિજનાં ઉદઘાટન બાદ દસ દિવસમાં જ ભારે વરસાદને કારણે ગાબડા પડી ગયા હતાં. જે તે સમયે આ મુદ્દે ખુબ વિવાદ વકર્યો હતો. અને વિધાનસભામાં પણ આ પ્રશ્ન ચમક્યો હતો. ગાબડા પડતા એપ્રોચ રોડની રીપેરીંગ કામગીરી દોઢ કરોડના ખર્ચે કરી હતી. એ પછી રૂ. પાંચ કરોડના ખર્ચે રોડ બનાવવામાં આવ્યો હતો. અને હજી પણ આ બ્રિજ પાછળ ખર્ચો ચાલુ જ છે.

હજી આ પ્રોજેક્ટ હેઠળ માંજલપુર વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ પણ બનાવવાનો બાકી છે. આ ઉપરાંત ભવિષ્યમાં બુલેટ ટ્રેન પણ આ જ વિસ્તારમાંથી પસાર થશે. તેવામાં જમીન સંપાદનનાં વિષયોનો ક્યારે ઉકેલ આવશે અને ક્યારે આ બ્રિજ સંપૂર્ણપણે કાર્યરત થશે તેની સામે સૌથી મોટો પ્રશ્નાર્થ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.