Not Set/ લો બોલો!! હવે TMC નેતાનાં ઘરે મળ્યા EVM,VVPAT મશીન, ભાજપનો આરોપ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. હાલમાં 31 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીએમસી નેતાનાં ઘરે ઈવીએમ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. હાય ગરમી / માર્ચ મહિનામાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 121 વર્ષોમાં ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો આપને જણાવી […]

Top Stories India
1 91 લો બોલો!! હવે TMC નેતાનાં ઘરે મળ્યા EVM,VVPAT મશીન, ભાજપનો આરોપ

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. હાલમાં 31 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટીએમસી નેતાનાં ઘરે ઈવીએમ હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

હાય ગરમી / માર્ચ મહિનામાં ગરમીએ તોડ્યો રેકોર્ડ, 121 વર્ષોમાં ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો

આપને જણાવી દઇએ કે, ઉલુબેરિયામાં તૃણમૂલ કોંગ્રેસનાં નેતાનાં ઘરે ઈવીએમ અને વીવીપેટ મળી આવ્યા છે. ઉલુબેરિયા ઉત્તરથી ભાજપનાં ઉમેદવાર કિરણ બેરાએ આરોપ લગાવ્યો છે કે, મતદાનની પહેલાં જ ટીએમસી નેતા ગૌતમ ઘોષનાં ઘરે ઈવીએમ અને વીવીપેટ મશીનો મળી આવ્યા હતા. ભાજપ તરફથી ટીએમસી નેતા પર ખોટી રમત રમવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તે પછી, અહીંનું વાતાવરણ બગડી ગયુ છે અને ત્યારબાદ સુરક્ષા દળોએ તાકીદ બતાવવી પડી છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચ હરકતમાં આવ્યું છે. ચૂંટણી પંચે એક અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. તે આરક્ષિત ઇવીએમ હતું જેને ચૂંટણી પ્રક્રિયાથી દૂર કરવામાં આવ્યુ છે. તેમાં સામેલ તમામ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એક રિઝર્વ ઈવીએમ હતું જેનો મતદાન કરવામાં ઉપયોગ થતો ન હતો. ચૂંટણી પંચે એમ પણ કહ્યું હતું કે સેક્ટર ઓફિસર તપન સરકાર તેના સંબંધીનાં ઘરે ઈવીએમ લઈને પોતાના સંબંધીનાં ઘરે સુવા ચાલ્યા ગયા હતા, જે નિયમોનું ઉલ્લંઘન પણ છે.

મતદાન પ્રક્રિયા / બંગાળ સહિત પાંચ રાજ્યોમાં આજે મતદાન પ્રક્રિયા, જાણો કેવી છે તૈયારી

આપને જણાવી દઈએ કે, પહેલી એપ્રિલનાં રોજ યોજાયેલા પશ્ચિમ બંગાળ અને આસામમાં બીજા તબક્કાનાં મતદાન પહેલા વિવાદ થયો હતો. જણવી દઇએ કે, આસામનાં કરીમગંજમાં ભાજપનાં ઉમેદવારની કારમાંથી ઇવીએમ મળી આવ્યું હતું, જેને મતદાન પછી સ્ટ્રોંગરૂમ લઈ જવામાં આવી રહ્યું હતુ. તેનો વીડિયો સામે આવ્યા પછી, પંચે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા, જેઓ તેના માટે જવાબદાર હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ