જળબંબાકાર/ વરસાદને લઈને મનપા કમિશ્નર દ્વારા રાજકોટવાસીઓને કરાઈ આ ખાસ અપીલ

પેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇ છે. i-20 કારમાં 3 લોકો સવાર હતા.  જેમાંથી એકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જયારે બાકીનાં બેની શોધખોળ….

Gujarat Rajkot
વરસાદ

રાજકોટ શહેરમાં ગઈકાલે વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી થઈ ચુકી હતી. ગઈકાલે કયારેક ધીમીધારે તો કયારેક ધોધમાર વરસાદ વરસ્યો હતો બાદમાં ગત મધ્યરાત્રીથી મેઘરાજાએ દે ધનાધન કરી ધોધમાર કાચુ સોનું વરસાવ્યુ હતું. ગઈકાલે રવિવાર હોય અને મેઘસવારીનાં કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ હોય શહેરીજનો વરસાદની મોજ માણવા બહાર નીકળી પડયા હતા. ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયા હતા. ત્યારે આ વચ્ચે રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો :ધંધુકા-બગોદરા રોડ પર એક સર્જાયો ગોઝારો અકસ્માત, ઘટનામાં 4 લોકોના મોત

જાણવા મળી રહ્યું છે કે, પેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇ છે. i-20 કારમાં 3 લોકો સવાર હતા.  જેમાંથી એકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જયારે બાકીનાં બેની શોધખોળ કરવામાં આવી રહી છે. જે માટે NDRFની ટીમની મદદ લેવાઇ રહી છે. રામાપીરથી ફાયર બ્રિગેડની ટીમ પણ મોકલવામાં આવી છે. સાથે સાથે SDRFની ટીમને રવાના કરાઇ છે.

મહત્વનું છે કે, રાજકોટમાં મનપા કમિશ્નર દ્વારા રાજકોટવાસીઓને કામ વગર બહાર ના નીકળવા સુચના આપવામાં આવી છે. રાજકોટવાસીઓને ભારે વરસાદને પગલે તાકી કરાઇ છે.

આ પણ વાંચો :ભૂપેન્દ્ર પટેલના શપથ ગ્રહણમાં MP ના CM શિવરાજ સિંહ ચૌહાણ રહેશે હાજર

આ પણ વાંચો :નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ, પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતમાં

ગોંડલમાં વરસાદ

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી વચ્ચે રાજકોટ જિલ્લામાં રવિવારે સવારના સમયે વરસાદ વરસાવ્યા બાદ જિલ્લામાં રાત્રીના ફરી મેઘરાજાનું આગમન થયું છે. રાજકોટ શહેરમાં રાત્રીના ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. તો જિલ્લાના ગોંડલ, ઉપલેટા, કોટડા સાંગાણી, લોધિકા અને રાજકોટ તાલુકાના ગામોમાં પણ ધોધમાર દોઢથી બે ઈંચ જેટલુ પાણી વરસ્યું છે.

ધોધમાર વરસાદથી કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો થશે. તો જિલ્લાના અનેક ચેકડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે રાજકોટની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર ડેમમાં પાણીની આવક થઈ છે. આ તરફ ગોંડલમા રાત્રીના મેઘરાજાની તોફાની બેટિંગ બાદ વહેલી સવારે પણ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગોંડલ શહેર તથા આસપાસના ગોમટા,મોવિયા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે.

ઉપલેટામાં વરસાદ 

રાજકોટના ઉપલેટા તાલુકામાં વરસ્યો સાડા ત્રણથી ચાર ઈંચ સુધી વરસાદ. ભારે વરસાદના કારણે ઉપલેટા તાલુકાના ગઢડા ગામે આવેલી મોજ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી. મોજ નદી બે કાંઠે વહેતી થતા મોજ નદી પરનો કોઝ-વે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

આ પણ વાંચો :ગુજરાતમાં CM નાં રાજીનામા પર સંજય રાઉતે કેમ આવુ કહ્યુ?

આ પણ વાંચો : રાજકોટમાં અને દેવભૂમિ દ્વારકા માં આટલા ઇંચ વરસાદ પડ્યો