ગુજરાત/ રાજયમાં સ્પેશિયલ ટ્રેનો હવે નિયમિત ટ્રેન નંબરો સાથે દોડતી જોવા મળશે

આ મુસાફરીના સંબંધીત વર્ગો માટે ટ્રેનના પ્રકાર મુજબ લાગુ ભાડા સાથે સંચાલીત કરવામાં આવશે. આ ફેરફાર આજથી શરુ યાત્રાઓને લાગુ થશે

Gujarat
Untitled 213 રાજયમાં સ્પેશિયલ ટ્રેનો હવે નિયમિત ટ્રેન નંબરો સાથે દોડતી જોવા મળશે

આપણે સૌ જાણીએ છીએ કે  સમગ્ર રાજયમાં કોરોનાની બીજી  લહેર ભયાનક જોવા મળી હતી. જેમના  પગલે  અનેક  રાજ્યોમાં   મીની લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું.  તેમજ  હવાઈ મુફ્સફ્રી અને રેલ્વે પણ બંધ કરી દેવામાં આવી હતી હવે  જયારે કોરોના કેસ નિયત્રણમાં આવતા ફરી  મહામારીને ઘ્યાનમાં રાખીને તમામ નિયમિત મેલ, એકસપ્રેસ ટ્રેનોને મેલ સ્પેશ્યિલ કોવિડ અને હોલી ડે સ્પેશિયલ ટ્રેનો ચાલશે. પશ્ર્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે બહાર પાડેલી એક અખબારી યાદી મુજબ હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે પશ્ર્ચિમ રેલવેની તમામ નિયમિત ટ્રેનો જે હાલમાં સ્પેશિયલ ટ્રેનો તરીકે દોડી રહી છે તેમને નિયમિત નંબર આપવામાં આવશે.

આ પણ વાંચો ;સુપ્રીમ કોર્ટ / લખીમપુર ખીરી હિંસાની તપાસ નિવૃત જજની દેખરેખ હેઠળ કરાવવા યુપી સરકાર તૈયાર

ભાડાથી સંચાલીત કરવામાં આવશે. આ મુસાફરીના સંબંધીત વર્ગો માટે ટ્રેનના પ્રકાર મુજબ લાગુ ભાડા સાથે સંચાલીત કરવામાં આવશે. આ ફેરફાર આજથી શરુ યાત્રાઓને લાગુ થશે તેની વધુ વિગતો વેબસાઇટ પર જોઇએ શકાશે.રેલવેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ નોન-પીક કામકાજના કલાકો દરમિયાન આગામી સાત દિવસ દરમિયાન લંબાવવામાં આવશે.

આ પણ વાંચો ;ઉશકેરણીજનક ભાષણ / ત્રિપુરામાં નફરત ફેલાવવાના આરોપમાં બે મહિલા પત્રકારની કરવામાં આવી ધરપકડ

આ પ્રવૃતિ આજે મઘ્યરાત્રિથી શરુ કરીને આગામી સાત દિવસ માટે દરરોજ 11.30 કલાકથી 05.30 કલાક સુધી કરવામાં આવશે. આ છ કલાક દરમિયાન કોઇ પી.આર.એસ. સેવાઓ ઉપલબ્ધ રહેશે નહી આર.આર.એસ.  સેવાઓ સિવાય 139 સેવાઓ સહિત અન્ય તમામ પુછપરછ સેવાઓ આવિરત ચાલુ રહેશે.

આ પણ વાંચો ;પક્ષ પલટુઓ / ગોવામાં ભાજપને લાગશે ઝટકો, આ નેતા AAPમાં જોડાશે