Not Set/ સ્પાઇસજેટે તેના કર્મચારીઓની 50 ટકા સેલેરી રોકી, બતાવ્યુ આ કારણ

આ વાયરસની અસર ઘણા ક્ષેત્રમાં લોકોનાં ખિસ્સા પર પણ પડી રહી છે. જી હા, વર્ષ 2020 ની જેમ આ વર્ષે પણ કોરોનાએ ઘણા ક્ષેત્રમાં કામ કરતા લોકોનાં ખિસ્સા પર મોટી અસર કરી છે. 

India
123 7 સ્પાઇસજેટે તેના કર્મચારીઓની 50 ટકા સેલેરી રોકી, બતાવ્યુ આ કારણ

દેસમાં રોજ કોરોનાનાં કેસ 3 લાખને પાર આવી રહ્યા છે. દેશમાં આવેલી બીજી લહેરે એક તાંડવ મચાવી દીધુ છે. ચારે દિશાઓમાં આજે આ મહામારીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. હવે આ વાયરસની અસર ઘણા ક્ષેત્રમાં લોકોનાં ખિસ્સા પર પણ પડી રહી છે. જી હા, વર્ષ 2020 ની જેમ આ વર્ષે પણ કોરોનાએ ઘણા ક્ષેત્રમાં કામ કરતા લોકોનાં ખિસ્સા પર મોટી અસર કરી છે.

પ.બંગાળ મત ગણતરી / મમતા દીદીને લાગ્યો મોટો ઝટકો, શરૂઆતી વલણોમાં ભાજપનાં ઉમેદવાર શુબેન્દુ અધિકારી આગળ

જણાવી દઇએ કે, કોરોનાવાયરસાની બીજી લહેરનાં કારણે સ્પાઇસ જેટે એપ્રિલમાં મોટી સંખ્યામાં કર્મચારીઓનાં પગાર 50 ટકા રોકી દીધો છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાયલોટ અને કેબિન ક્રૂ સહિતનાં કર્મચારીઓનો એપ્રિલનો પગાર 10 થી 50 ટકા સુધી રોકી દેવામાં આવ્યો છે. જોકે, ડ્રાઇવરો જેવા જુનિયર કર્મચારીઓને એપ્રિલમાં સંપૂર્ણ પગાર ચૂકવવામાં આવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું. એરલાઇન્સે એક નિવેદનમાં કહ્યું છે કે, તેમના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર (સીએમડી) અજય સિંહ એપ્રિલમાં કોઈ પગાર લેશે નહીં. કોવિડ-19 સંક્રમણની બીજી લહેરથી ઉડ્ડયન ક્ષેત્રને પણ મોટી અસર થઈ છે, કારણ કે હવાઈ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્પાઈસ જેટનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કોઈ પણ કર્મચારીનાં પગારમાં કોઈ ઘટાડો થશે નહીં.

કોરોના કહેર / ઉત્તરપ્રદેશમાં કોરોનાની સુનામી ત્રાટકી, 24 કલાકમાં 300થી વધુ લોકોના મોત

એરલાઇન સુનિશ્ચિત કરી રહી છે કે ઓછા વેતન મેળવતા કર્મચારીઓને પગારમાં વિલંબ થવાથી કોઈ સમસ્યા ન આવે અને તેમને સંપૂર્ણ પગાર આપવામાં આવશે. તેમણે કહ્યું કે, સીએમડીએ તેમનો સંપૂર્ણ પગાર છોડી દેવાનો નિર્ણય લીધો છે. આ ફક્ત એક અસ્થાયી પગલુ છે અને કંપની દ્વારા રોકેલા પગારની પરિસ્થિતિ સંપૂર્ણ સામાન્ય થયા પછી ચૂકવવામાં આવશે.

Untitled સ્પાઇસજેટે તેના કર્મચારીઓની 50 ટકા સેલેરી રોકી, બતાવ્યુ આ કારણ