Not Set/ ટી 20 એશિયા કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાહેર, હરમનપ્રીત કેપ્ટન

અખિલ ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિએ શુક્રવારે મહિલા ટી -20 એશિયા કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેની માહિતી આપવામાં આવી છે. વિસ્ફોટક બેટ્સમેન હરમનપ્રીત કૌરને મલેશિયામાં એશિયા કપ ટી -20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે. ૧ […]

Sports
DWyZIPGU0AAa0Xz ટી 20 એશિયા કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જાહેર, હરમનપ્રીત કેપ્ટન

અખિલ ભારતીય ક્રિકેટ પસંદગી સમિતિએ શુક્રવારે મહિલા ટી -20 એશિયા કપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા તેની માહિતી આપવામાં આવી છે.

વિસ્ફોટક બેટ્સમેન હરમનપ્રીત કૌરને મલેશિયામાં એશિયા કપ ટી -20 ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન બનાવવામાં આવ્યા છે.

૧ થી ૧૧ જૂન સુધી મલેશિયામાં રમાવનારી એશિયા કપ ટી -20 ની પસંદગી માટે 15 સભ્યોની ભારતીય મહિલા ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, જેમાં બધા પરિચિત ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ એશિયા કપ ટી-20માં ભારત ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, થાઈલેન્ડ અને યજમાન મલેશિયાની  ટીમ ભાગ લેશે.

દરેક ટીમ એકબીજા સામે મેચ રમશે અને પોઈન્ટ ટેબલમાં ટોચના બે સ્થાન મેળવશે એ ટીમ્સ માટે ફાઇનલ માટે ક્વાલીફાઈ કરશે.

ટીમ

હરમનપ્રીત કૌર (કપ્તાન), સ્મૃતિ મંધના (ઉપ-કપ્તાન), મિતાલી રાજ, જેમીમાહ રોડરિગ્ઝ, દિપ્તી શર્મા, અનુજા પાટીલ, વેદા કૃષ્ણમૂર્તિ, તાનિયા ભાટિયા (વિકેટકીપર), ઝુલન ગોસ્વામી, પૂજા વસારકર, શિખા પાંડે, રાજેશ્વરી ગાયકવાડ, એકતા બિષ્ટ, મોના મેશ્રમ