Not Set/ 24 વર્ષના આ ક્રિકેટરે ફટકારી સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચ્યુરી

ક્રિકેટને હંમેશા અનિશ્ચિતાઓની રમત કહેવામાં આવે છે. ક્રિકેટમાં દિન-પ્રતિદિન કેટલા નવા રેકોર્ડ બુકમાં નોંધાતા હોય છે તો કેટલા તૂટતાં હોય છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના ખેલાડી માર્કો મરૈસે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ બાદ મરૈસે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન અને ભારતીય સ્ફોટક બેટ્સમેન […]

Sports
182237 marcos 24 વર્ષના આ ક્રિકેટરે ફટકારી સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચ્યુરી

ક્રિકેટને હંમેશા અનિશ્ચિતાઓની રમત કહેવામાં આવે છે. ક્રિકેટમાં દિન-પ્રતિદિન કેટલા નવા રેકોર્ડ બુકમાં નોંધાતા હોય છે તો કેટલા તૂટતાં હોય છે. ત્યારે દક્ષિણ આફ્રિકાના ખેલાડી માર્કો મરૈસે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ બાદ મરૈસે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન સર ડોન બ્રેડમેન અને ભારતીય સ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગને પાછળ છોડી દીધા છે. મરૈસે ત્રણ દિવસીય પ્રથમ શ્રેણીની મેચમાં માત્ર 191 બોલમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી આ રેકોર્ડ બનાવ્યો છે.

મહત્વનું છે કે, આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં આ રેકોર્ડ વીરેન્દ્ર સહેવાગના નામે હતો. સહેવાગે 2007-2008 માં ચેન્નાઈમાં દક્ષિણ આફ્રિકા સામે 278 બોલમાં ટ્રિપલ સેન્ચ્યુરી ફટકારી હતી.