Not Set/ મિતાલીના આરોપો પર રમેશ પવારે કર્યો પલટવાર, BCCIને પાઠવેલા પત્રમાં કર્યો આ ખુલાસો

નવી દિલ્હી, મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમની અનુભવી બેટ્સમેન મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં ન સમાવ્યા બાદ તેઓએ ટીમના કોચ રમેશ પવાર પર ચોકાવનારા આરોપ લગાવ્યા હતા, ત્યારે હવે આ મામલે પવારે પણ આ ભૂતપૂર્વ કેપ્ટન પર પલટવાર કર્યો છે. મિતાલી રાજ કોચને કરતા હતા બ્લેકમેલ : પવાર રમેશ પવારે પોતાનું મૌન તોડતા મિતાલી રાજ પર આરોપોની હારમાળા […]

Top Stories Trending Sports
DtJTTXzVYAAHaz5 મિતાલીના આરોપો પર રમેશ પવારે કર્યો પલટવાર, BCCIને પાઠવેલા પત્રમાં કર્યો આ ખુલાસો

નવી દિલ્હી,

મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ભારતીય ટીમની અનુભવી બેટ્સમેન મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં ન સમાવ્યા બાદ તેઓએ ટીમના કોચ રમેશ પવાર પર ચોકાવનારા આરોપ લગાવ્યા હતા, ત્યારે હવે આ મામલે પવારે પણ આ ભૂતપૂર્વ કેપ્ટન પર પલટવાર કર્યો છે.

મિતાલી રાજ કોચને કરતા હતા બ્લેકમેલ : પવાર

રમેશ પવારે પોતાનું મૌન તોડતા મિતાલી રાજ પર આરોપોની હારમાળા સર્જી છે. તેઓએ BCCIને પાઠવેલા પોતાના રિપોર્ટમાં મિતાલી ટીમમાં દરાર ઉભી કરવાની સાથે સાથે કોચ પર દબાણ કરવું તેમજ બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે.

ભારતીય મહિલા ટીમના કોચ રમેશ પવારે BCCIના CEO રાહુલ જૌહરી અને સબા કરીમને પોતાનો ૧૦ પેજનો એક રિપોર્ટ સુપરત કર્યો છે, જેમાં આ આરોપો લગાવ્યા છે.

પવારે કહ્યું હતું કે, “મિતાલીએ પોતાની ભૂમિકા ન નિભાવતા માત્ર પોતાની ઉપલબ્ધિઓ માટે બેટિંગ કર્યું હતું. આ કારણે બેટિંગમાં તેઓ ફ્લોપ રહી કે પોતાની લય જાળવી શકી ન હતી. આ કારણે ટીમના બીજા બેટ્સમેન પર ભાર વધી રહ્યો હતો”.

સિલેક્ટરોના દબાણથી રાજ પાસે કરાવ્યું ઓપનિંગ

dc Cover efdh93eb74a1kbkjte8609cl72 20181123113505.Medi .jpeg?zoom=0 મિતાલીના આરોપો પર રમેશ પવારે કર્યો પલટવાર, BCCIને પાઠવેલા પત્રમાં કર્યો આ ખુલાસો

ભારતીય ટીમના કોચે વધુ એક ખુલાસો કરતા કહ્યું, “ટીમમાં એક સકારત્મક માહોલ બનાવી રાખવા માટે ટૂરના સિલેક્ટરોના દબાણના કારણે જ અમારા દ્વારા પાકિસ્તાન સામેની મેચમાં તેઓ પાસે ઓપનિંગ કરાવવામાં આવ્યું, પરંતુ મિતાલી રાજ ધમકી આપતા રહ્યા કે, તેઓ પાસે ઇનિંગ્સની શરૂઆત નહી કરાવે તો તે પાછા ભારત ફરી જશે”.

પવારે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, “પાકિસ્તાન સામેની મેચ બાદ મિતાલીનો એક અલગ જ મિજાજ હતો. તેઓએ ટીમના કેટલાક મહત્વના ખેલાડીઓ સાથે પોતાનું ગ્રુપ બનાવી દીધું હતું અને ટીમને બે ભાગમાં વહેંચી દીધી હતી”.

મિતાલી રાજે લગાવ્યા હતા આ આરોપ

આ પહેલા મિતાલી રાજ દ્વારા BCCIને લખાયેલા પત્રમાં તેઓએ આરોપ લગાવતા કહ્યું છે કે, “મારો ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સાથે કોઈ વિવાદ નથી, પરંતુ તેઓ કોચ રમેશ પવારના નિર્ણય સાથે હતી”.

તેઓએ વધુમાં કહ્યું, “રમેશ પવારે મને ટીમમાંથી બહાર કરવા માટેનો નિર્ણય કર્યો હતો. હું દેશ માટે વર્લ્ડકપ જીતવા માંગતી હતી અને તેનું મને દુઃખ છે કે ભારતીય ટીમે એક મહત્વનો મૌકો ગુમાવ્યો છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, વેસ્ટ ઇન્ડીઝમાં રમાયેલા મહિલા ટી-૨૦ વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ભારતનો ૮ વિકેટે પરાજય થયો હતો અને ત્યારબાદ ભારતીય ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયું હતું.