Not Set/ Asian Games ૨૦૧૮ : બોક્સર વિકાસ કૃષ્ણએ બ્રોન્ઝ મેડલ જીતવાની સાથે જ રચ્યો ઈતિહાસ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ૧૩માં દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. જો કે આ બ્રોન્ઝ જીત્યા બાદ પણ બોક્સર કૃષ્ણએ ઈતિહાસ રચ્યો છે. ભારતીય બોક્સર કૃષ્ણને કજાખસ્તાનના અમાનકુલ અબિલખાન સામે રમવાનું હતું, પરંતુ ૭૫ kg કેટેગરીની સેમીફાઈનલ મેચ પહેલા જ ઈજાના કારણે […]

Sports

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ૧૩માં દિવસે ભારતના ખાતામાં વધુ એક મેડલ આવ્યો છે. ભારતીય બોક્સર વિકાસ કૃષ્ણને બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે.

જો કે આ બ્રોન્ઝ જીત્યા બાદ પણ બોક્સર કૃષ્ણએ ઈતિહાસ રચ્યો છે. ભારતીય બોક્સર કૃષ્ણને કજાખસ્તાનના અમાનકુલ અબિલખાન સામે રમવાનું હતું, પરંતુ ૭૫ kg કેટેગરીની સેમીફાઈનલ મેચ પહેલા જ ઈજાના કારણે તેઓને અનફિટ જાહેર કરાયા હતા. આ સાથે જ વિકાસ કૃષ્ણએ સતત ત્રણ એશિયન ગેમ્સમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બોક્સર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.

આ પહેલા કૃષ્ણએ ૨૦૧૦માં ગ્વાંગઝુમાં રમાયેલા એશિયન ગેમ્સની ૬૦ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ૨૦૧૪માં ઇન્ચિયોનમાં મિડિલવેટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

બીજી બાજુ ભારતની મહિલા હોકી ટીમ પાસે ગોલ્ડ મેડલ જીતવાનો મૌકો છે. આ ઉપરાંત સ્ક્વેશ અને બોક્સિંગમાં પણ ભારતીય ખેલાડીઓ ગેમ્સના ૧૩માં દિવસે ભારતના ખાતામાં વધુ મેડલ અપાવી શકે છે.

આ પહેલા એશિયન ગેમ્સના ૧૨માં દિવસે ભારતીય મહિલા ખેલાડીઓએ ૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.  આ મહિલા ખેલાડીઓમાં હિમાં દાસ, પોવામ્માં રાજુ, વિસ્માયા કોરોથા, અને સરિતા ગાયકવાડ શામેલ છે.