Not Set/ ઓસ્ટ્રેલિયા આવશે ભારતના પ્રવાસે, જાણો, તમામ કાર્યક્રમ માત્ર એક ક્લિક પર

મુંબઈ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ઓસ્ટ્રેલિયન ટીમના આગામી ભારતના પ્રવાસની ઘોષણા કરાઈ છે. BCCIની ઘોષણા મુજબ, ઓસ્ટ્રેલિયા ભારતમાં બે ટી-૨૦ મેચ તેમજ ૫ વન-ડે મેચની શ્રેણી રમશે. ઓસ્ટ્રેલિયન ટીમના ભારતના પ્રવાસની શરૂઆત ૨૪ ફેબ્રુઆરીથી બેંગલુરુમાં રમાનારી પ્રથમ ટી-૨૦ મેચથી થશે. ત્યારબાદ બીજી મેચ ૨૭ ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે. BCCI: Paytm India- Australia series set […]

Trending Sports
66bf04b15ba8679d703183a49b16b05e ઓસ્ટ્રેલિયા આવશે ભારતના પ્રવાસે, જાણો, તમામ કાર્યક્રમ માત્ર એક ક્લિક પર

મુંબઈ,

ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા ઓસ્ટ્રેલિયન ટીમના આગામી ભારતના પ્રવાસની ઘોષણા કરાઈ છે. BCCIની ઘોષણા મુજબ, ઓસ્ટ્રેલિયા ભારતમાં બે ટી-૨૦ મેચ તેમજ ૫ વન-ડે મેચની શ્રેણી રમશે.

ઓસ્ટ્રેલિયન ટીમના ભારતના પ્રવાસની શરૂઆત ૨૪ ફેબ્રુઆરીથી બેંગલુરુમાં રમાનારી પ્રથમ ટી-૨૦ મેચથી થશે. ત્યારબાદ બીજી મેચ ૨૭ ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમ ખાતે રમાશે.

બે ટી-૨૦ મેચની શ્રેણી પછી ઓસ્ટ્રેલિયા ૫ વન-ડે મેચની શ્રેણી પણ રમશે. જેમાં પહેલી મેચ ૨ માર્ચના રોજ હૈદરાબાદ ખાતે રમાશે.

પાંચ વન-ડે મેચનો કાર્યક્રમ :

૧. પહેલી વન-ડે : ૨ માર્ચ (હૈદરાબાદ)

૨. બીજી વન-ડે : ૫ માર્ચ (નાગપુર)

૩. ત્રીજી વન-ડે : ૮ માર્ચ (રાંચી)

૪. ચોથી વન-ડે : ૧૦ માર્ચ (મોહાલી)

૫. પહેલી વન-ડે : ૧૩ માર્ચ (હૈદરાબાદ)

BCCIના જણવ્યા મુજબ, “ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રાત્રે ૭ વાગ્યે શરુ થશે, જયારે પાંચ વન-ડે મેચ ડે-નાઈટ હશે અને તે બપોરે ૧.૩૦ વાગ્યે શરુ થશે.