Not Set/ વિરાટ કોહલીની માંગને બીસીસીઆઈની મંજૂરી, હવેથી વિદેશ પ્રવાસ પર …

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કેપ્ટન વિરાટ કોહલીની એ વાત માનવા તૈયાર થઇ ગયું છે, જેમાં એમણે ખેલાડીઓની પત્ની અથવા એમની ગર્લફ્રેન્ડને વિદેશ પ્રવાસ પર સાથે લઇ જવાની વાત કરી હતી. બોર્ડમાં નિયુક્ત પ્રસાશકોની સમિતિએ ખેલાડીઓની પત્ની અથવા ગર્લફ્રેન્ડને વિદેશ પ્રવાસ પર સાથે લઇ જવાની માંગને સ્વીકૃતિ આપી છે. પરંતુ પત્ની અથવા ગર્લફ્રેન્ડ પ્રવાસ શરુ થયાના […]

Top Stories India Sports
650064 viruajdh2 વિરાટ કોહલીની માંગને બીસીસીઆઈની મંજૂરી, હવેથી વિદેશ પ્રવાસ પર ...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ કેપ્ટન વિરાટ કોહલીની એ વાત માનવા તૈયાર થઇ ગયું છે, જેમાં એમણે ખેલાડીઓની પત્ની અથવા એમની ગર્લફ્રેન્ડને વિદેશ પ્રવાસ પર સાથે લઇ જવાની વાત કરી હતી. બોર્ડમાં નિયુક્ત પ્રસાશકોની સમિતિએ ખેલાડીઓની પત્ની અથવા ગર્લફ્રેન્ડને વિદેશ પ્રવાસ પર સાથે લઇ જવાની માંગને સ્વીકૃતિ આપી છે. પરંતુ પત્ની અથવા ગર્લફ્રેન્ડ પ્રવાસ શરુ થયાના 10 દિવસ બાદ ત્યાં પહોંચશે.

bcci 660 041118020617 e1539766730968 વિરાટ કોહલીની માંગને બીસીસીઆઈની મંજૂરી, હવેથી વિદેશ પ્રવાસ પર ...

હાલમાં જ વિરાટ કોહલીએ બોર્ડ સામે માંગ કરી હતી, જેમાં એમણે આ સંબંધમાં હાલની નીતિમાં બદલાવ કરવાની માંગ કરી હતી. બોર્ડમાં પહેલા નો વાઇવ્સ પોલિસીનું અનુસરણ કરતુ હતું.

જોકે, બાદમાં આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો હતો, અને એવો નિયમ બનાવવામાં આવ્યો હતો કે, ક્રિકેટર્સ, કોચ અને સપોર્ટ સ્ટાફની પત્નીઓ અથવા ગિર્લફ્રેંડસ બે અઠવાડિયા માટે વિદેશ પ્રવાસ પર જઈ શકે છે.

maxresdefault 24 e1539766757243 વિરાટ કોહલીની માંગને બીસીસીઆઈની મંજૂરી, હવેથી વિદેશ પ્રવાસ પર ...

CoA વિરાટ કોહલીની માંગ પર ફેંસલો આપતા જણાવ્યું કે, ખેલાડીઓ લાંબા સમય સુધી ઘરેથી બહાર રહેતા હોય છે. આવામાં જો એમની પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાથે હોય, તો એનાથી ખેલાડીઓ માટે સકારાત્મક માહોલ તૈયાર થઇ શકે છે.