Not Set/ કલે કોર્ટના બાદશાહ રાફેલ નડાલે જીત્યું ફ્રેંચ ઓપનનું ટાઈટલ

પેરિસ, પેરિસમાં રમાયેલા ફ્રેંચ ઓપનના ફાઈનલ મુકાબલામાં “કલે કોર્ટ”ના બાદશાહ રાફેલ નડાલે ઓસ્ટ્રિયાના ડોમોનિક થિએમને હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું છે. નડાલે ઓસ્ટ્રિયાના ડોમોનિક થિએમને ૬-૪, ૬-૩, ૬-૨થી સીધા સેટોમાં હરાવી ૧૧મી વખત ફાઈનલ જીતી છે અને પોતાનું વર્લ્ડ નંબર ૧નું સ્થાન યથાવત રાખ્યું છે. બીજી બાજુ ડોમોનિક થિએમ વર્ષ ૧૯૯૫ બાદ ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી […]

Sports
DfZUFa8UYAAXq5 કલે કોર્ટના બાદશાહ રાફેલ નડાલે જીત્યું ફ્રેંચ ઓપનનું ટાઈટલ

પેરિસ,

પેરિસમાં રમાયેલા ફ્રેંચ ઓપનના ફાઈનલ મુકાબલામાં “કલે કોર્ટ”ના બાદશાહ રાફેલ નડાલે ઓસ્ટ્રિયાના ડોમોનિક થિએમને હરાવી ટાઈટલ પોતાના નામે કર્યું છે. નડાલે ઓસ્ટ્રિયાના ડોમોનિક થિએમને ૬-૪, ૬-૩, ૬-૨થી સીધા સેટોમાં હરાવી ૧૧મી વખત ફાઈનલ જીતી છે અને પોતાનું વર્લ્ડ નંબર ૧નું સ્થાન યથાવત રાખ્યું છે.

બીજી બાજુ ડોમોનિક થિએમ વર્ષ ૧૯૯૫ બાદ ઓસ્ટ્રિયાનો પ્રથમ ખેલાડી બન્યો છે જે કોઈ ગ્રેંડસ્લેમની ફાઈનલ મુકાબલામા પ્રવેશ કર્યો હતો. આ પહેલા ૧૯૯૫માં થોમસ મસ્ટરે ફ્રેંચ ઓપનની ફાઈનલમાં અમેરિકાના માઈકલ ચાંગને ૭-૫, ૬-૨, ૬-૪થી હરાવ્યા હતા.

DfV9R4aU0AAp4Q8 કલે કોર્ટના બાદશાહ રાફેલ નડાલે જીત્યું ફ્રેંચ ઓપનનું ટાઈટલ

નડાલે ૧૧મી વખત જીત્યો ફાઈનલ મુકાબલો

વર્ષ            વિજેતા                     ઉપ-વિજેતા

2005        રાફેલ નાડાલ             મારિયોનો પુએર્ટા

2006        રાફેલ નાડાલ             રોજર ફેડરર

2007        રાફેલ નાડાલ             રોજર ફેડરર

2008        રાફેલ નાડાલ             રોજર ફેડરર

2010        રાફેલ નાડાલ             રોબિન સોડરર્લિંગ

2011        રાફેલ નાડાલ             રોબિન સોડરર્લિંગ

2012        રાફેલ નાડાલ             નોવાક જોકોવિચ

2013        રાફેલ નાડાલ             ડેવિડ ફેરર

2014     રાફેલ નાડાલ           નોવાક જોકોવિચ

2017     રાફેલ નાડાલ           સ્ટેન વોવરીન્કા

2018      રાફેલ નડાલ           ડોમિનિક થિએમ

રોજર ફેડરર બાદ સૌથી વધુ ગ્રેંડસ્લેમ જીતવાનો રેકોર્ડ

સ્વિઝરલેન્ડના સ્ટાર ટેનિસ ખેલાડી રોજર ફેડરર અત્યારસુધીમાં સૌથી વધુ ૨૦ ગ્રેંડસ્લેમ ટાઈટલ પોતાના નામે કરી ચુક્યા છે. ફેડરરે ૬ ઓસ્ટ્રેલિયન ઓપન, ૧ ફ્રેંચ ઓપન, ૮ વિમ્બલડન અને ૫ યુએસ ઓપન પોતાના નામે કર્યા છે.

જયારે સ્પેનના રાફેલ નડાલે ફેડરર બાદ સૌથી વધુ ૧૭ ગ્રેંડસ્લેમ ખિતાબ પોતાના નામે કર્યા છે. નડાલ બાદ પીટ સમ્પ્રાસ ૧૪ ગ્રેંડસ્લેમ ટાઈટલ સાથે ત્રીજા સ્થાને છે.

DfZUETvV4AAjqAU કલે કોર્ટના બાદશાહ રાફેલ નડાલે જીત્યું ફ્રેંચ ઓપનનું ટાઈટલ

આ પહેલા શનિવારે રમાયેલા ફ્રેંચ ઓપનના મહિલા સિગલ્સના ફાઈનલ મુકાબલામાં સિમોના હાલેપે અમેરિકાની સ્લોન સ્ટીફેંસને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યું હતું.

દુનિયાની નંબર એક ખેલાડી સિમોના હાલેપે પ્રથમ ગ્રેંડસ્લેમ પોતાના નામે કર્યું છે. હાલેપે સ્લોન સ્ટીફેંસને ત્રણ સેટના મુકાબલામાં ૬-૩, ૪-૬, ૬-૧થી હરાવી હતી.