Not Set/ IPL: મુંબઇ ઇન્ડિયન્સ સતત 7 મી વાર હારી IPL ની પહેલી મેચ, દિલ્હીએ 37 રનોથી આપી માત

મુંબઇ, આઈપીએલની ત્રીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતી. મુંબઇ ઇન્ડિયન્સને દિલ્હીએ 37 રનથી માત આપી હતી. રિષભ પંત (નાબાદ 78) ની આક્રમક પારીની મદદથી દિલ્હી કેપિટલ્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે 6 વિકેટ પર 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ મુંબઈની ટીમે 176 રન જ બનાવી શકી હતી. મુંબઇ તરફથી ફક્ત […]

Top Stories Trending Sports
apm 2 IPL: મુંબઇ ઇન્ડિયન્સ સતત 7 મી વાર હારી IPL ની પહેલી મેચ, દિલ્હીએ 37 રનોથી આપી માત

મુંબઇ,

આઈપીએલની ત્રીજી મેચમાં મુંબઇ ઇન્ડિયન્સને હારનો સામનો કરવો પડ્યો હતી. મુંબઇ ઇન્ડિયન્સને દિલ્હીએ 37 રનથી માત આપી હતી. રિષભ પંત (નાબાદ 78) ની આક્રમક પારીની મદદથી દિલ્હી કેપિટલ્સે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ સામે 6 વિકેટ પર 213 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ મુંબઈની ટીમે 176 રન જ બનાવી શકી હતી. મુંબઇ તરફથી ફક્ત યુવરાજ સિંહએ 53 રનનો સારો દેખાવ કર્યો.

આપને જણાવી દઈએ કે મુંબઇ ઇન્ડિયન્સ સતત સાતમી વાર આઇપીએલની પ્રથમ મેચ હારી છે. મુંબઇએ અગાઉ આઈપીએલની પ્રથમ મેચ 2012 જીતી હતી.

રોહિત શર્માએ મેચ પછી દિલ્હીની સરસ બેટિંગે વિજય મેળવ્યો છે. રોહિત શર્માના અનુસાર રિષભ પંતની પારીએ પૂર્ણ મેચ આખી મેચ પલટી દીધી.

અહી. જાણો મેચની ખાસ વાતો..

રિષભ પંતે 27 બોલમાં 78 રન બનાવ્યા.

યુવરાજ સિંહે 35 બોલમાં 53 રન બનાવ્યા.

મૈક્લેનેઘને 40 રન આપીને 3 વિકેટ લીધા

રબાડા અને ઇશાંત શર્માએ બે-બે વિકેટ મેળવ્યા હતા.