Not Set/ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું તે અમારી સૌથી મોટી સિદ્ધિ: વિરાટ કોહલી

સિડની, ઓસ્ટ્રિલિયાને તેની ધરતી પર પહેલીવાર સીરીઝ હરાવ્યા પછી કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, આ તેની કરિયરનું સૌથી મોટી સિદ્ધિ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી ટેસ્ટ સીરીઝની હાર આપી છે.ઓસ્ટ્રેલિયાને સીરીઝમાં પહેલીવાર હાર આપનાર વિરાટ કોહલી પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે.આ ઐતિહાસિક વિજય પછી વિરાટ કોહલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું તે તેની […]

Sports
kohli border gavaskar trophy ap ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું તે અમારી સૌથી મોટી સિદ્ધિ: વિરાટ કોહલી

સિડની,

ઓસ્ટ્રિલિયાને તેની ધરતી પર પહેલીવાર સીરીઝ હરાવ્યા પછી કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે, આ તેની કરિયરનું સૌથી મોટી સિદ્ધિ છે. ભારતે ઓસ્ટ્રેલિયાને 2-1થી ટેસ્ટ સીરીઝની હાર આપી છે.ઓસ્ટ્રેલિયાને સીરીઝમાં પહેલીવાર હાર આપનાર વિરાટ કોહલી પહેલો ભારતીય કેપ્ટન બન્યો છે.આ ઐતિહાસિક વિજય પછી વિરાટ કોહલીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવવું તે તેની ટીમની સૌથી મોટી સિદ્ધી છે.આ વિજય પછી ટીમને નવી ઓળખ મળી છે.

મેચ જીત્યા બાદ યોજાયેલ કાર્યક્રમમાં વિરાટે કહ્યું કે અમે દુનિયાની ટોચ પર રહેવા માંગીએ છીએ.આ સીરીઝની જીતના કારણે અમે નવી ઉંચાઇ પ્રાપ્ત કરી છે.અમે જે મેળવ્યું છે તેના કારણે અમને ગૌરવ થાય છે. મારે ખાલી એટલું કહેવું છે કે મને ગૌરવ થઇ રહ્યું છે.આ ટીમનું નેતૃત્વ કરવાથી તમારૂ સન્માન વધે છે.

http://www.bcci.tv/videos/id/7228/proudest-moment-of-my-life-virat-kohli

વિરાટ કોહલીએ મેન ઓફ સીરીઝ બનેલા ચેતેશ્વર પુજારાના વખાણ કરતાં કહ્યું કે આ ખેલાડી દરેક ચેલેન્જને ઉપાડી લે છે.આ સૌથી સૌથી સરળ સ્વભાવનો ખેલાડી છે. હું તેના માટે ખુશ છું. કોહલીએ આ સિરીઝ ધમાકેદાર શરૂઆત કરનાર ઓપનર મયંક અગ્રવાલના પણ વખાણ કરતાં કહ્યું કે બોક્સિંગ ડે ટેસ્ટમાં તે ચેમ્પિયનની જેમ રમ્યો. આ તેની માનસિક દ્રઢતાનો પરિચય આપે છે. તેણે કહ્યું કે, એક બેટિંગના યુનિટની જેમ અમે બધાએ સારૂ પ્રદર્શન કર્યું.

કોહલીએ પોતાનો બોલરોનો પણ વખાણ કર્યા હતા. વિરાટે કહ્યું કે બોલરોએ અહીં જ નહીં સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં પણ સારૂ પ્રદર્શન કર્યું હતું. મેં પહેલાં આવું જોયું નથી. ટીમની ફિટનેસ અને માનસિક ક્ષમતા શાનદાર રહી. હું તેને સલામ કરૂ છું.