વિવાદ/ હરભજન સિંહને ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને શહીદ બતાવવું ભારે પડ્યું

ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી ઓફ સ્પિનર ​​હરભજન સિંહે ખાલિસ્તાન આતંકી જરનૈલ સિંહ ભીંડરાવાલેની પુણ્યતિથિએ તેમના મહિમામંંડન કર્યા અને સલામી આપી છે.

Sports
1 196 હરભજન સિંહને ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને શહીદ બતાવવું ભારે પડ્યું

ભારતીય ક્રિકેટ ટીમનાં ખેલાડી ઓફ સ્પિનર ​​હરભજન સિંહે ખાલિસ્તાન આતંકી જરનૈલ સિંહ ભીંડરાવાલેની પુણ્યતિથિએ તેમના મહિમામંંડન કર્યા અને સલામી આપી છે. રવિવારે હરભજનસિંહે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં તે તેમને શહીદ તરીકે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જે બાદથી જ અચાનક હરભજનસિંહે ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન લોકો સોશિયલ મીડિયા પર તેની ટીકા અને ટ્રોલ પણ કરી રહ્યા છે. જો કે, આ સ્ટોરીને લઈને હરભજન સિંહ તરફથી કોઈ ખાસ નિવેદન બહાર આવ્યું નથી.

1 197 હરભજન સિંહને ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને શહીદ બતાવવું ભારે પડ્યું

ક્રિકેટ / IPL ની બાકીની મેચોથી મોટી સંખ્યામાં વિદેશી ખેલાડીઓ થઇ શકે છે બહાર, જાણો કેમ

ક્રિકેટર હરભજનસિંહે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી સ્ટોરીમાં લખ્યું છે કે, ગૌરવ માટે જીવો, ધર્મ માટે મરો. ઓપરેશન બ્લુ સ્ટારની 37 મી વર્ષગાંઠ પર હરભજનસિંહે આતંકવાદીઓને શ્રદ્ધાંજલિ આપી છે. આ સ્ટોરીનાં પોસ્ટરમાં વાદળી પાઘડીમાં જરનૈલસિંહ ભીંડરાવાલેનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ પછી હરભજન સિંહ સોશિયલ મીડિયા પર લોકોનાં નિશાના હેઠળ આવી ગયો છે. આપને જણાવી દઈએ કે ઓપરેશન બ્લુ સ્ટાર 1 જૂનથી 8 જૂન, 1984 દરમ્યાન અમૃતસરનાં સુવર્ણ મંદિરમાં કરવામાં આવ્યું હતું. આ ભારતીય સેના દ્વારા કરવામાં આવેલું એક મોટું મિશન હતું. તે સમયે દેશનાં વડા પ્રધાન ઇન્દિરા ગાંધી હતા અને આ કામગીરી પંજાબમાં બગડી રહેલો કાયદો અને વ્યવસ્થાને સુધારવા માટે કરવામાં આવી હતી.

1 198 હરભજન સિંહને ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને શહીદ બતાવવું ભારે પડ્યું

ક્રિકેટ / બ્રિટિશ બોલર રોબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી કરાયા સસ્પેન્ડ, આ છે સમગ્ર મામલો

હરભજન સિંહ હજી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો નથી, પરંતુ હવે તેને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી રહ્યું નથી. જોકે હરભજન સિંહ આઈપીએલમાં રમી રહ્યો છે, જો કે અહી પણ, પ્લેઇંગ ઇલેવનમાં તેનું સ્થાન નક્કી નથી. આઈપીએલ 2021 પહેલા, એમએસ ધોનીની અધ્યક્ષતામાં ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા તેને છૂટો કરવામાં આવ્યો હતો અને તે પછી કોલકાતા નાઈટ રાઇડર્સે તેને બેઝ પ્રાઈસ પર ખરીદ્યો છે. પરંતુ તેને તેની ટીમ કોલકાતા નાઈટ રાઇડર્સ એટલે કે કેકેઆર માટે મેચ રમવાની તક મળી ન હોતી. હવે તે જોવું રહ્યું કે, હરભજન સિંહ આ અંગે પોતાનો મત રજૂ કરે છે કે નહીં. જો કે, આ મામલો વધી શકે છે.

majboor str 8 હરભજન સિંહને ખાલિસ્તાની આતંકી ભીંડરાવાલેને શહીદ બતાવવું ભારે પડ્યું