Cricket/ ફખર જમાને રચ્યો ઈતિહાસ, વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પણ નથી કરી શક્યા તે કરી બતાવ્યું

કોરોનાકાળ વચ્ચે ક્રિકેટ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે રવિવારનાં રોજ ક્રિકેટ પ્રેમીઓને જે જોવા મળ્યુ તે જોઇ તે વન-ડે ઈતિહાસમાં પહેલા જોવા મળ્યુ નથી…

Sports
1 48 ફખર જમાને રચ્યો ઈતિહાસ, વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પણ નથી કરી શક્યા તે કરી બતાવ્યું

કોરોનાકાળ વચ્ચે ક્રિકેટ જગતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે રવિવારનાં રોજ ક્રિકેટ પ્રેમીઓને જે જોવા મળ્યુ તે જોઇ તે વન-ડે ઈતિહાસમાં પહેલા જોવા મળ્યુ નથી. જણાવી દઇએ કે, ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચમાં સાઉથ આફ્રિકાએ પાકિસ્તાનને 17 રને હરાવ્યું હતું. પાકિસ્તાન તરફથી ફખર તોફાની બેટિંગ કરતા 193 રન બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. વન-ડે ક્રિકેટનાં ઈતિહાસમાં રનનો પીછો કરતા ફખરે અત્યાર સુધીની સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.

1 49 ફખર જમાને રચ્યો ઈતિહાસ, વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પણ નથી કરી શક્યા તે કરી બતાવ્યું

Vaccination / કોરોનાનાં કારણે IPL સંકટમાં, રાજીવ શુક્લાએ કહ્યુ- ખેલાડીઓને રસી માટે સ્વાસ્થ્ય મંત્રાલય સાથે સંપર્ક કરશે BCCI

પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાની ટીમે ક્વિંટન ડિકોક (80) અને કેપ્ટન બાવુમા (92) ની ઇનિંગ્સને કારણે 50 ઓવરમાં 6 વિકેટે 341 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 9 વિકેટ ગુમાવ્યા બાદ 324 રન જ બનાવી શકી હતી. જો કે આ દરમિયાન જે ફકર જમાને કરી બતાવ્યુ તે જોયા બાદ પાકિસ્તાનની હારમાં પણ જીત દેખાઇ હતી. જણાવી દઇએ કે, જોહાનિસબર્ગમાં યજમાન દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે મેચમાં ફખર જમાન માત્ર સાત રનથી બેવડી સદીથી ચૂકી ગયો હતો. ફખરે 15 બોલમાં 10 સિક્સર અને 18 ચોક્કાની મદદથી 193 રન બનાવ્યા હતા અને તે આઉટ થઈ ગયો હતો, પરંતુ આઉટ થયા પહેલા ફખરે એક મોટો કારનામો કરી બતાવ્યો હતો, જે બાદ ભવિષ્યમાં ફખરને વારંવાર યાદ કરવામાં આવશે.

1 50 ફખર જમાને રચ્યો ઈતિહાસ, વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પણ નથી કરી શક્યા તે કરી બતાવ્યું

Cricket / IPL શરૂ થાય તે પહેલા CSK માટે આવ્યા Good News, બાપુ કરશે ટીમમાં એન્ટ્રી

વન ડે ક્રિકેટમાં ટાર્ગેટનો પીછો કરતા સૌથી મોટી ઈનિંગ્સ રમવાનો રેકોર્ડ આ પહેલા ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ બેટ્સમેન શેન વોટસનનાં નામે હતો, જેણે બાંગ્લાદેશ સામે 2011 માં 185 રનોની અણનમ ઈનિંગ્સ રમી હતી. ફખર જમાને તેની 193 રનની શાનદાર ઇનિંગ્સમાં 155 બોલનો સામનો કર્યો હતો અને આ દરમિયાન તેણે 18 ચોક્કકા અને 10 લાંબા છક્કા ફટકાર્યા હતા. આ સાથે, ફખરે વાન્ડરર્સ મેદાન પર હર્ષેલ ગિબ્સનાં સૌથી વધુ ઇનિંગ્સ 177 રનનાં રેકોર્ડને પણ તોડ્યો છે. ફખર જમાન દક્ષિણ આફ્રિકા સામે તેમના જ મેદાનમાં સૌથી મોટી ઇનિંગ્સ રમેલો બેટ્સમેન બન્યો છે.

1 51 ફખર જમાને રચ્યો ઈતિહાસ, વિશ્વનાં દિગ્ગજ ખેલાડીઓ પણ નથી કરી શક્યા તે કરી બતાવ્યું

Cricket / ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, સતત જીતી 22 વન-ડે મેચ

આ અગાઉ પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ યજમાનોએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 341 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આમ છતાં 341 રનનાં આ સ્કોરમાં કોઈ બેટ્સમેને સદી ફટકારી ન હોતી, પરંતુ દક્ષિણ આફ્રિકા 4 અડધી સદીની ઇનિંગને કારણે આ મોટો સ્કોર મેળવી શકી હતી. ટીમ માટે કેપ્ટન ટેમ્બા બાવુમાએ 102 બોલમાં 92 રન બનાવ્યા હતા. તે પોતાની સદી 8 રને ચુકી ગયો હતો. 92 રનની આ ઇનિંગ્સ બાવુમાની વનડે કારકિર્દીની બીજી અડધી સદીની ઇનિંગ્સ બની હતી. વિકેટકીપર ક્વિન્ટન ડિકોકે તેની વનડે કારકિર્દીની 26 મી અડધી સદી ફટકારી હતી. તે 86 બોલમાં 80 રન બનાવી આઉટ થયો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ