IND vs ENG/ 330 રનનો ટાર્ગેટ આપવામાં ભારત સફળ, પણ શું આટલા રન ટીમ ઈન્ડિયાને અપાવી શકશે જીત?

ટીમ ઈન્ડિયાએ આજે પુણેમાં એકવાર ફરી ટોસ હાર્યો હતો પહેલા. જ્યા ટોસ હારી પહેલા બેટિંગ પર ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ………..નો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો છે.

Top Stories Sports
cartoon 4 330 રનનો ટાર્ગેટ આપવામાં ભારત સફળ, પણ શું આટલા રન ટીમ ઈન્ડિયાને અપાવી શકશે જીત?

ટીમ ઈન્ડિયાએ આજે પુણેમાં એકવાર ફરી ટોસ હાર્યો હતો પહેલા. જ્યા ટોસ હારી પહેલા બેટિંગ પર ઉતર્યા બાદ ટીમ ઈન્ડિયાએ 330 રનનો ટાર્ગેટ ઈંગ્લેન્ડને આપ્યો છે. પહેલા બેટિંગ પર ઉતરેલી ભારતીય ટીમે ત્રણ વન-ડે મેચની ત્રીજી મેચમાં એકવાર ફરી 300 રનથી વધુ રન બનાવી દીધા છે. આપને જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયા આ સિરીઝમાં પહેલીવાર ઓલ આઉટ થઇ છે. ટીમ ઈન્ડિયાએ 48.2 ઓવરમાં 329 રન બનાવ્યા છે. ત્યારે હવે જોવાનુ રહેશે કે આ સ્કોરને ઈંગ્લેન્ડની ટીમ બીજી મેચનું પુનરાવર્તન કરતા મેળવી શકે છે કે કેમ.

કોહલીની વિરાટ છલાંગ / ટીમ ઈન્ડિયાનાં કેપ્ટને તોડ્યો ખાસ રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ પુણેનાં એમસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ટીમ ઇન્ડિયાએ આજે પહેલા બેટિંગ કરતા 330 રનનો ટાર્ગેટ ઉભો કરી દીધો છે. શાર્દુલ ઠાકુર અને કૃણાલ પંડ્યાએ અંતમાં આવીને બેટિંગને સંભાળી હતી. પરંતુ તેઓ ખાસ કરી શક્યા નહોતા. આ પહેલા ઈંગ્લેન્ડનાં કેપ્ટન જોસ બટલરે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આપને જણાવી દઇએ કે, જે સમયે એવુ લાગી રહ્યુ હતુ કે ટીમ ઈન્ડિયા 350 થી પણ વધુ રન બોર્ડ પર મુકવામાં સફળ રહેશં પરંતુ એક પછી એક વિકેટ પડતા અંતે 329 રનમાં ભારતીયી ટીમ ઓલ આઉટ થઇ ગઇ છે.

ક્રિકેટને લાગ્યું ગ્રહણ / સચિન તેંડુલકર બાદ યુસુફ પઠાણ પણ કોરોના સંક્રમિત

અહી એકવાર ફરી ટીમ ઈન્ડિયા 300 થી વધુનો ટાર્ગેટ ઉભો કરવામાં સફળ તો રહી છે પરંતુ શું ટીમ ઈન્ડિયા આ ટાર્ગેટને ડિફેન્ડ પણ કરી શકશે ખરા? આ સવાલ હાલમાં દરેક ભારતીય ક્રિકેટ ફેન્સનાં મુખે છે. હાલમાં બન્ને ટીમો 1-1 મેચ જીતીને બરોબરી પર છે. ત્યારે આ અંતિમ મેચ સિરીઝ કોણ જીતશે તેનો નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડે શુક્રવારે સિરીઝમાં પરત ફરતા કુલ 20 સિક્સર ફટકારી હતી અને ભારતને હરાવી દીધું હતું. હવે જ્યારે નિર્ણાયક મેચ યોજાવાની છે ત્યારે બંને તરફથી છક્કાની વરસાદની સંભાવના ચોક્કસ છે. શુક્રવારે બંને ટીમો દ્વારા કુલ 34 છક્કા ફટકારવામાં આવ્યા હતા. પહેલા મેચમાં ભારતે 336 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય બેટ્સમેનોએ કુલ 14 છક્કા ફટકાર્યા ત્યારે ઇંગ્લેન્ડની ટીમે લક્ષ્યનો પીછો કરતાં વધુ સારી રમત દર્શાવી અને કુલ 20 છક્કા સાથે ભારતને હારનો સ્વાદ ચખાડ્યો હતો. તેમાંથી 10 બેન સ્ટોકસ અને સાત જોની બેયરસ્ટો દ્વારા લગાવવામાં આવી હતી. ભારતે પ્રથમ ટેસ્ટ સિરીઝમાં ઇંગ્લેન્ડને 3-1થી પરાજિત કર્યું હતું. ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમે ટી-20 સિરીઝ પણ પોતાના નામે કરી હતી. ત્યારે હવે વન-ડે સિરીઝ પણ પોતાના નામે કરવા ભારતીય ટીમ આજે મેદાને ઉતરશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રવિવારે એટલે કે આજે પુણેમાં રમાઇ રહી છે. આજે વિજેતા ટીમ સિરીઝને કબજે કરશે. અત્યાર સુધી રમાયેલી બે મેચોમાં બંને ટીમો એક-એક મેચ જીતી ચૂકી છે. ભારતે સિરીઝની શરૂઆત જીત સાથે કરી હતી. તેણે ઈંગ્લેન્ડને 66 રનથી હરાવ્યું હતું. આ પછી, ઈંગ્લેન્ડે બીજી મેચમાં વાપસી કરી હતી અને કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને 6 વિકેટે હરાવી હતી. હવે આ અંતિમ અને નિર્ણાયક મેચ ખૂબ જ રોમાંચથી ભરેલી રહે તો નવાઇ નહી. ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 330 રનનો ટાર્ગેટ આપ્યો છે. ત્યારે હવે જોવાનુ રહેશે કે ટીમ ઈન્ડિયાનાં બોલર ઈંગ્લેન્ડની સામે હાવી થાય છે કે ઈંગ્લેન્ડનાં બેટ્સમેન ટીમ ઈંન્ડિયાનાં બોલર સામે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ