Not Set/ ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની ધરપકડ, આ છે કારણ

નવી દિલ્હી, ગત વર્ષે ભારતીય ટીમના ક્રિકેટર અને પતિ મોહમ્મદ શમી પર જ ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને સમાચારમાં આવનારી હસીન જહાં પોતે જ એક વિવાદમાં ફસાઇ ગઇ છે. રવિવારે મારામારીના મામલામાં પોલિસે તેની ધરપકડ કરી હતી. ક્રિકેટર મોહમ્મ્દ શમીની પત્ની તેના સાસરે પહોંચી હતી જ્યાંથી પોલિસે તેની ધરપકડ કરી હતી. હાલમાં હસીન જહાંને જિલ્લા હોસ્પિટલના […]

Uncategorized
Hasin Jahan ક્રિકેટર મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંની ધરપકડ, આ છે કારણ

નવી દિલ્હી,

ગત વર્ષે ભારતીય ટીમના ક્રિકેટર અને પતિ મોહમ્મદ શમી પર જ ઘરેલુ હિંસાનો આરોપ લગાવીને સમાચારમાં આવનારી હસીન જહાં પોતે જ એક વિવાદમાં ફસાઇ ગઇ છે. રવિવારે મારામારીના મામલામાં પોલિસે તેની ધરપકડ કરી હતી.

ક્રિકેટર મોહમ્મ્દ શમીની પત્ની તેના સાસરે પહોંચી હતી જ્યાંથી પોલિસે તેની ધરપકડ કરી હતી. હાલમાં હસીન જહાંને જિલ્લા હોસ્પિટલના પ્રાઇવેટ વોર્ડમાં રાખવામાં આવી છે.

નોંધનીય છે ખે ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર મોહમ્મદ શમીની પત્ની હસીન જંહા રવિવારના રોજ અચાનક જ મોહમ્મદ શમીના માતાપિતાના ઘરે પહોંચી હતી. તે તેની પુત્રી અને આયાની સાથે ઘરમાં પ્રવેશ કર્યો હતો. હસીનના પ્રવેશની સાથે જ તેના સાસુ અને દેર સાથે બોલાચાલી શરૂ થઇ હતી. શમીની માતાએ આરોપ કર્યો હતો કે હસીન જબરદસ્તીપૂર્વક ઘરમાં ઘૂસી છે. ત્યારબાદ ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી.