Not Set/ ફિફા ૨૦૧૮ : વર્લ્ડકપમાં જર્મનીના આ દિગ્ગજ ખેલાડીના નામે છે સૌથી વધુ ગોલનો રેકોર્ડ

મોસ્કો, આગામી ૨ દિવસ બાદ રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ફુટબોલની ટોચની ૩૨ ટીમો ભાગ લઈ રહી છે ત્યારે આ ટીમોમાં ભાગ લઇ રહેલા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. બીજી બાજુ, ૧૪ જૂનથી શરુ થઇ રહેલા આ મહાસંગ્રામને લઇ ફ્રેન્ડસ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. […]

Sports
Thomas Muller 522495 ફિફા ૨૦૧૮ : વર્લ્ડકપમાં જર્મનીના આ દિગ્ગજ ખેલાડીના નામે છે સૌથી વધુ ગોલનો રેકોર્ડ

મોસ્કો,

આગામી ૨ દિવસ બાદ રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે. આ વર્લ્ડકપમાં ફુટબોલની ટોચની ૩૨ ટીમો ભાગ લઈ રહી છે ત્યારે આ ટીમોમાં ભાગ લઇ રહેલા દિગ્ગજ ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. બીજી બાજુ, ૧૪ જૂનથી શરુ થઇ રહેલા આ મહાસંગ્રામને લઇ ફ્રેન્ડસ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

રશિયામાં રમનારા ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં ૩૨ ટીમોમાં કુલ ૭૩૬ ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. આ ખેલાડીઓમાં ૫૩ ખેલાડીઓ એવા છે જેઓના નામ પર વર્લ્ડકપમાં ઓછામાં ઓછા એક ગોલ છે.

maxresdefault 7 ફિફા ૨૦૧૮ : વર્લ્ડકપમાં જર્મનીના આ દિગ્ગજ ખેલાડીના નામે છે સૌથી વધુ ગોલનો રેકોર્ડ

જયારે આ વર્લ્ડકપમાં શામેલ થઇ રહેલા ખેલાડીઓમાં પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ટીમ જર્મનીના સ્ટાર ખેલાડી થોમસ મુલરના ખાતામાં સૌથી ૧૦ ગોલ છે. ત્યારબાદ કોલંબિયાના જેમ્સ રોડ્રિગ્સના નામે ૬ ગોલ છે.

James Rodriguez Real Madrid Bayern Munich 887514 ફિફા ૨૦૧૮ : વર્લ્ડકપમાં જર્મનીના આ દિગ્ગજ ખેલાડીના નામે છે સૌથી વધુ ગોલનો રેકોર્ડ

જયારે આર્જેન્ટીનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને ગોંજાલો હિગુએન, ઉરુગ્વેના લુઇસ સુઆરેઝ અને ઓસ્ટ્રેલિયાના ટિમ કાહિલના નામે અનુક્રમે ૫-૫ ગોલ છે.

ફિફા વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ

જર્મનીના પૂર્વ સ્ટ્રાઈકર મિરોસ્લાવ ક્લોજેએ સૌથી વધુ ૧૬ ગોલ કર્યા છે.

જયારે બ્રાઝીલના રોનાલ્ડોએ ૧૯ મેચોમાં ૧૪ ગોલ કર્યા છે.

વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓના સૌથી વધુ ગોલ :

૧૦ – થોમસ મુલર (જર્મની)

૬  –  જેમ્સ રોડ્રિગ્સ (કોલંબિયા)

૫  –  લિયોનલ મેસી (અર્જેન્ટીના)

૫ –  ગોંજાલો હિગુએન (આર્જેન્ટીના)

૫  –  લુઇસ સુઆરેઝ (ઉરુગ્વે)

૫  –  ટિમ કાહિલ (ઓસ્ટ્રેલિયા)