Not Set/ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં જર્મની વધુ એકવાર બનશે વિશ્વ વિજેતા ટીમ, મેસીને મળશે ગોલ્ડન બૂટનો એવોર્ડ : સર્વે

જોહનિસબર્ગ, આગામી ૧૪ જૂનથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ વર્લ્ડકપમાં વિશ્વની નંબર એક ટીમ અને ગત ચેમ્પિયન જર્મની વધુ એક વિશ્વ વિજેતાનો તાજ સજાવવા જઈ રહ્યું છે. જયારે આ ફિફા વર્લ્ડકપમાં વ્યક્તિગત પ્રદર્શન જોતા આ મામલે આર્જેન્ટીનાના લિયોનલ મેસી સૌથી વધુ ગોલ કરશે અને ગોલ્ડન બૂટનો એવોર્ડ પ્રાપ્ત કરશે. સમાચાર એજન્સી […]

Sports
sp copa a 20160620 ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં જર્મની વધુ એકવાર બનશે વિશ્વ વિજેતા ટીમ, મેસીને મળશે ગોલ્ડન બૂટનો એવોર્ડ : સર્વે

જોહનિસબર્ગ,

આગામી ૧૪ જૂનથી રશિયાના મોસ્કોમાં ફુટબોલના મહાકુંભનો પ્રારંભ થઇ રહ્યો છે, ત્યારે આ વર્લ્ડકપમાં વિશ્વની નંબર એક ટીમ અને ગત ચેમ્પિયન જર્મની વધુ એક વિશ્વ વિજેતાનો તાજ સજાવવા જઈ રહ્યું છે. જયારે આ ફિફા વર્લ્ડકપમાં વ્યક્તિગત પ્રદર્શન જોતા આ મામલે આર્જેન્ટીનાના લિયોનલ મેસી સૌથી વધુ ગોલ કરશે અને ગોલ્ડન બૂટનો એવોર્ડ પ્રાપ્ત કરશે.

સમાચાર એજન્સી રોયટર દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં આ પરિણામ અંગે જણાવવામાં આવ્યું છે. રોયટર દ્વારા કરાયેલા સર્વે અનુસાર, ૧૪ જૂનથી ૧૫ જુલાઈ સુધી ચાલનારા ફિફા વર્લ્ડકપમાં આ પરિણામ જોવા મળી શકે છે.

GermanyvArgentina2014FIFAWorldCupBrazilMrIqOBBz1Ewl ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં જર્મની વધુ એકવાર બનશે વિશ્વ વિજેતા ટીમ, મેસીને મળશે ગોલ્ડન બૂટનો એવોર્ડ : સર્વે

આ સર્વે અનુસાર, જો જર્મની વધુ એકવાર ખિતાબ જીતવામાં સફળ રહેશે તો તે પાંચ વાર ચેમ્પિયન બની ચુકેલી બ્રાઝિલની ટીમના સૌથી વધુ ખિતાબ જીતવાના રેકોર્ડની બરાબરી કરશે.

રોયટર દ્વારા આ સર્વે ૧૬ મેથી ૩૧ મે સુધી કરાયેલા ગ્લોબલ સર્વેમાં જર્મનીની ટીમને ૧૪૫ નિષ્ણાતોમાંથી ૪૩ એ વિશ્વ વિજેતા ટીમ માની છે. જયારે બ્રાઝિલને ૩૭ વોટ મળ્યા છે.

બ્રાઝિલ – જર્મની વચ્ચે રમશે ફાઈનલ

સર્વેમાં શામેલ થયેલા નિષ્ણાતો મુજબ, આ ફુટબોલ મહાકુંભની ફાઈનલ જર્મની અને બ્રાઝિલ વચ્ચે રમાશે. ચાર વર્ષ પહેલા પણ જર્મનીની ટીમે ૨૦૧૪માં બ્રાઝિલમાં રમાયેલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં યજમાન ટીમને ૭-૧થી હરાવી હતી અને ફાઈનલમાં પણ આર્જેટીનાને ૧-૦થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો હતો.

જોહનિસબર્ગ સ્થિત ઇએફ કન્સલ્ટના મુખ્ય અર્થશાસ્ત્રી ફ્રેંક બ્લેકમોરના જણાવ્યા અનુસાર, “જર્મનીની ટીમ પાસે પ્રતિભા અને અનુશાસનનું સારું સંયોજન છે અને કોઈ પણ એક ખેલાડીનો દબદબો નથી.  ગત વિશ્વ વિજેતા ટીમના દરેક ખેલાડી હાઈ પ્રોફાઈલ છે અને તેઓની વિજેતા તરીકે જ મોટી પસંદ છે.

lionel messi ફિફા વર્લ્ડકપ ૨૦૧૮માં જર્મની વધુ એકવાર બનશે વિશ્વ વિજેતા ટીમ, મેસીને મળશે ગોલ્ડન બૂટનો એવોર્ડ : સર્વે

મેસી હશે “ગોલ્ડન બૂટ”નો હકદાર

સર્વેમાં એ પણ જાણવામાં આવ્યું છે કે, “આર્જેન્ટીના સ્ટાર ખેલાડી મેસીએ દેશ અને બાર્સિલોના ક્લબ માટે અત્યારસુધીમાં ૬૦૦ ગોળ કર્યા છે. ત્યારે નિષ્ણાતોને પણ આશા છે કે, આ મહાકુંભમાં મેસી જ “ગોલ્ડન બૂટ”નો હકદાર હશે. નોધનીય છે કે, ૨૦૧૪ના વર્લ્ડકપમાં કોલંબિયાના ખેલાડી જેમ્સ રોડરિગ્ઝ એ આ એવોર્ડ જીત્યો હતો.

બીજી બાજુ, સટ્ટાબાજોના જણાવ્યા અનુસાર, જર્મની અને બ્રાઝિલને વિજેતા બનવા માટે ૯/૨નો ભાવ છે.