Not Set/ હજુ પણ ઇજા સાથે ઝઝૂમી રહ્યો છે હાર્દિક પંડ્યા, ન્યુઝીલેન્ડ ટુરમાં કરી શકે છે વાપસી

ભારતની ટીમના ધુરંધર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમમાં વાપસી માટે હજુ રાહ જોવી પડે તેમ છે. હાર્દિક પંડ્યાની પીઠના ઓપરેશન બાદ હજુ પણ સાજો થઈ શક્યો નથી. હજુ પણ સાજો નહિ થવાના કારણે હાર્દિકની  ટીમ ઈન્ડિયામાં  વાપસી થઈ શકી નથી. સોમવારે ટીમ ઈન્ડિયાની શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ હતી જેમાં હાર્દિક […]

Uncategorized
mahiaa 5 હજુ પણ ઇજા સાથે ઝઝૂમી રહ્યો છે હાર્દિક પંડ્યા, ન્યુઝીલેન્ડ ટુરમાં કરી શકે છે વાપસી

ભારતની ટીમના ધુરંધર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ટીમમાં વાપસી માટે હજુ રાહ જોવી પડે તેમ છે. હાર્દિક પંડ્યાની પીઠના ઓપરેશન બાદ હજુ પણ સાજો થઈ શક્યો નથી. હજુ પણ સાજો નહિ થવાના કારણે હાર્દિકની  ટીમ ઈન્ડિયામાં  વાપસી થઈ શકી નથી. સોમવારે ટીમ ઈન્ડિયાની શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ હતી જેમાં હાર્દિક બાકાત હતો.

ટીમ ઈન્ડિયાના સિલેક્ટર એમએસકે પ્રસાદે કહ્યું કે, હાર્દિક પંડ્યા ન્યુઝીલેન્ડ ટૂરના બીજા હાફમાં જ વાપસી કરશે. તેઓએ કહ્યુ કે, જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયામાં અમે હાર્દિક પંડ્યાની સ્થિતિ અંગે વિચાર કરીશું. ભારતનો ન્યુઝીલેન્ડ પ્રવાસ 24 જાન્યુઆરીથી શરૂ થશે.

વેસ્ટ ઈન્ડિઝ ટૂર સમયે કમરનાં નીચેના ભાગે ઈજાને કારણે હાર્દિક પંડ્યા ટીમમાંથી બહાર થઈ ચૂક્યો હતો. અને ઈજાને કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. તે હજુ પણ રિકવર થઈ રહ્યો છે. અને તે છેલ્લા એક વર્ષથી અલગ અલગ ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે. ગત વર્ષે એશિયા કપમાં પણ પીઠમાં ઈજાને કારણે તે હટી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન