Not Set/ સ્પોર્ટ્સ/ આઈસીસી એ જાહેર કર્યુ ટી-20 વર્લ્ડકપ 2020નું શેડ્યૂલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ રવિવારનાં રોજ આવતા વર્ષે એટલે કે 2020 માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા 7 માં પુરુષ ટી-20 વર્લ્ડ કપ માટેનાં કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. પાંચ સપ્તાહની ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર, 2020 સુધી રમવામાં આવશે. ટી-20 વર્લ્ડ કપ માટે 16 ટીમો નક્કી કરવામાં આવી છે. આયર્લેન્ડ, નમિબીયા, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ ન્યૂ ગિની […]

Top Stories Sports
ICC T20 World Cup 2020 સ્પોર્ટ્સ/ આઈસીસી એ જાહેર કર્યુ ટી-20 વર્લ્ડકપ 2020નું શેડ્યૂલ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ રવિવારનાં રોજ આવતા વર્ષે એટલે કે 2020 માં ઓસ્ટ્રેલિયામાં યોજાનારા 7 માં પુરુષ ટી-20 વર્લ્ડ કપ માટેનાં કાર્યક્રમની જાહેરાત કરી દીધી હતી. પાંચ સપ્તાહની ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર, 2020 સુધી રમવામાં આવશે.

Image result for Sports / ICC Announces T20 World Cup 2020 Schedule"

ટી-20 વર્લ્ડ કપ માટે 16 ટીમો નક્કી કરવામાં આવી છે. આયર્લેન્ડ, નમિબીયા, નેધરલેન્ડ, ઓમાન, પાપુઆ ન્યૂ ગિની અને સ્કોટલેન્ડની ટીમે ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરી લીધુ છે. આ તમામ ટીમો શ્રીલંકા-બાંગ્લાદેશ સાથે બે ગ્રુપમાં પ્રથમ રાઉન્ડની મેચ રમશે. આ ટીમોમાંથી ટોચની ચાર ટીમ સુપર-12 માં પ્રવેશ કરશે.

Image result for Sports / ICC Announces T20 World Cup 2020 Schedule"

યજમાન ટીમ ઓસ્ટ્રેલિયા પોતાની પ્રથમ મેચ સિડનીમાં પાકિસ્તાન વિરુદ્ધ 24 ઓક્ટોબરનાં રોજ રમશે, જ્યારે ટીમ ઈન્ડિયાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે 20 ઓક્ટોબરનાં રોજ પર્થમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચ શ્રીલંકા અને આયર્લેન્ડ વચ્ચે કાર્દિનિયા પાર્ક સ્ટેડિયમ ખાતે રમાશે.

Sports સ્પોર્ટ્સ/ આઈસીસી એ જાહેર કર્યુ ટી-20 વર્લ્ડકપ 2020નું શેડ્યૂલ

ટી-20 વર્લ્ડ કપનો પહેલો રાઉન્ડ

ગ્રુપ એ – શ્રીલંકા, ઓમાન, પાપુઆ ન્યૂ ગિની અને આયર્લેન્ડ.

ગ્રુપ બી – બાંગ્લાદેશ, નામીબિયા, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ્સ. બંને જૂથોની ટોચની 2-2 ટીમો સુપર 12 માં જશે.

સુપર 12 નાં ગ્રુપ આ પ્રકાર છે

ગ્રુપ 1 – ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, ગ્રુપ એ વિજેતા અને ગ્રુપ બી ની બીજા નંબરની ટીમ.

ગ્રુપ 2 – ભારત, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ગ્રુપ બી વિજેતા અને ગ્રુપ એ બીજા નંબરની ટીમ.

આઇસીસી પુરુષ 2020 ટી-20 વર્લ્ડ કપનું સંપૂર્ણ શેડ્યૂલ

18 ઓક્ટોબર – શ્રીલંકા વિરુદ્ધ આયર્લેન્ડ, પ્રથમ મેચ (સાયમંડ સ્ટેડિયમ, ગીલોંગ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

18 ઓક્ટોબર – પાપુઆ ન્યૂ ગિની વિ. ઓમાન, બીજી મેચ (સાયમંડ સ્ટેડિયમ, ગીલોંગ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

19 ઓક્ટોબર – બાંગ્લાદેશ વિ. નામીબિયા, ત્રીજી મેચ (બેલેરિવ ઓવલ, હોબાર્ટ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

19 ઓક્ટોબર – નેધરલેન્ડ વિ. સ્કોટલેન્ડ, ચોથી મેચ (બેલેરિવ ઓવલ, હોબાર્ટ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

20 ઓક્ટોબર – આયર્લેન્ડ વિ. ઓમાન, પાંચમી મેચ (સાયમંડ સ્ટેડિયમ, ગીલોંગ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

20 ઓક્ટોબર – શ્રીલંકા વિ. પપુઆ ન્યુ ગિની, છઠ્ઠી મેચ (સિમોન્ડ સ્ટેડિયમ, જીલોંગ), ભારતીય સમય 1:30 વાગ્યે

21 ઓક્ટોબર – નામીબિયા વિ. સ્કોટલેન્ડ, સાતમી મેચ (બેલેરિવ ઓવલ, હોબાર્ટ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

21 ઓક્ટોબર – બાંગ્લાદેશ વિ. નેધરલેન્ડ, આઠમી મેચ (બેલેરિવ ઓવલ, હોબાર્ટ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

22 ઓક્ટોબર – ન્યૂ પાપુઆ ગિની વિ. આયર્લેન્ડ, નવમી મેચ (સાયમંડ સ્ટેડિયમ, ગીલોંગ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

22 ઓક્ટોબર – શ્રીલંકા વિ. ઓમાન, દસમી મેચ (સાયમંડ સ્ટેડિયમ, ગીલોંગ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

23 ઓક્ટોબર – નેધરલેન્ડ વિ. નામીબિયા, અગિયારમી મેચ (બેલેરિવ ઓવલ, હોબાર્ટ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

23 ઓક્ટોબર – બાંગ્લાદેશ વિ. સ્કોટલેન્ડ, બારમી મેચ (બેલેરિવ ઓવલ, હોબાર્ટ), ભારતીય સમયાનાસર બપોરે 1:30 વાગ્યે

24 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા વિ. પાકિસ્તાન (સુપર 12, ગ્રુપ 1) (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

24 ઓક્ટોબર – ભારત વિ. દક્ષિણ આફ્રિકા (સુપર 12, ગ્રુપ 2) (પર્થ સ્ટેડિયમ), ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યે

25 ઓક્ટોબર – ક્વોલિફાયર 1 વિ. ક્વોલિફાયર 2 (સુપર 12, ગ્રુપ 1) (બેલેરિવ ઓવલ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

25 ઓક્ટોબર – ન્યૂઝીલેન્ડ વિ. વેસ્ટ ઇન્ડીઝ (સુપર 12, ગ્રુપ 1) (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

26 ઓક્ટોબર – અફઘાનિસ્તાન વિ. ક્વોલિફાયર એ (સુપર 12, ગ્રુપ 1) (પર્થ સ્ટેડિયમ), ભારતીય સમયાનુસાર સવારે 11:30 વાગ્યે

26 ઓક્ટોબર – ઇંગ્લેન્ડ વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 1) (પર્થ સ્ટેડિયમ), ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યે

27 ઓક્ટોબર – ન્યૂઝીલેન્ડ વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 2) (બેલેરિવ ઓવલ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

28 ઓક્ટોબર – અફઘાનિસ્તાન વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 2) (પર્થ સ્ટેડિયમ), ભારતીય સમયાનુસાર સવારે 11:30 વાગ્યે

28 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટ ઇન્ડીઝ (સુપર 12, ગ્રુપ 1) (પર્થ સ્ટેડિયમ), ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યે

29 ઓક્ટોબર – પાકિસ્તાન વિ. ક્વોલિફાયર એ (સુપર 12, ગ્રુપ 1) (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

29 ઓક્ટોબર – ભારત વિ. ક્વોલિફાયર એ (સુપર 12, ગ્રુપ 2) (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

30 ઓક્ટોબર – ઇંગ્લેન્ડ વિ. દક્ષિણ આફ્રિકા (સુપર 12, ગ્રુપ 2) (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

30 ઓક્ટોબર – વેસ્ટ ઇન્ડીઝ વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 1) (પર્થ સ્ટેડિયમ), ભારતીય સમયાનુસાર સાંજે 4:30 વાગ્યે

31 ઓક્ટોબર – પાકિસ્તાન વિ. ન્યૂઝીલેન્ડ ((સુપર 12, ગ્રુપ 1) (ગાબા), ભારતીય સમયાનુસાર સવારે 9:30 વાગ્યે

31 ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા વિ. ક્વોલિફાયર એ (સુપર 12, ગ્રુપ 1) (ગાબા), ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે

1 નવેમ્બર – દક્ષિણ આફ્રિકા વિ. અફઘાનિસ્તાન (સુપર 12, ગ્રુપ 2) (એડિલેડ ઓવલ), ભારતીય સમયાનુસાર સવારે 9:00 વાગ્યે

1 નવેમ્બર – ભારત વિ. ઈંગ્લેન્ડ (સુપર 12, ગ્રુપ 2) (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

2 નવેમ્બર – ક્વોલિફાયર એ 2 વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 2) (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

2 નવેમ્બર – ન્યૂઝીલેન્ડ વિ. ક્વોલિફાયર એ (સુપર 12, ગ્રુપ 1) (ગાબા), ભારતીય સમયાનુસાર બપોરે 2:30 વાગ્યે

3 નવેમ્બર – પાકિસ્તાન વિ. વેસ્ટ ઇન્ડીઝ (સુપર 12, ગ્રુપ 1) (એડિલેડ ઓવલ), ભારતીય સમયાનુસાર સવારે 9:00 વાગ્યે

3 નવેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 1) (એડિલેડ ઓવલ), ભારતીય સમયાનુસાર બપોરે 2:00 વાગ્યે

4 નવેમ્બર – ઇંગ્લેન્ડ વિ. અફઘાનિસ્તાન (સુપર 12, ગ્રુપ 2) (ગાબા), ભારતીય સમયાનુસાર 2:30 વાગ્યે

5 નવેમ્બર – દક્ષિણ આફ્રિકા વિ. ક્વોલિફાયર એ (સુપર 12, ગ્રુપ 2) (એડિલેડ ઓવલ), ભારતીય સમયાનુસાર સવારે 9:00 વાગ્યે

5 નવેમ્બર – ભારત વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 2) (એડિલેડ ઓવલ), ભારતીય સમયાનુસાર 2:00 વાગ્યે

6 નવેમ્બર – પાકિસ્તાન વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 1) (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

6 નવેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ. ન્યૂઝીલેન્ડ (સુપર 12, ગ્રુપ 1) (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

7 નવેમ્બર – ઇંગ્લેન્ડ વિ. ક્વોલિફાયર એ (સુપર 12, ગ્રુપ 2) (એડિલેડ ઓવલ), ભારતીય સમયાનુસાર સવારે 9:00 વાગ્યે

7 નવેમ્બર – વેસ્ટ ઇન્ડીઝ વિ. ક્વોલિફાયર એ (સુપર 12, ગ્રુપ 1) (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

8 નવેમ્બર – દક્ષિણ આફ્રિકા વિ. ક્વોલિફાયર બી (સુપર 12, ગ્રુપ 2) (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે

8 નવેમ્બર – ​​ભારત વિ. અફઘાનિસ્તાન (સુપર 12, ગ્રુપ 2) (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

સેમિફાઇનલ

11 નવેમ્બર – પ્રથમ સેમીફાઇનલ (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

નવેમ્બર 12 – બીજી સેમીફાઇનલ (એડિલેડ ઓવલ), ભારતીય સમયાનુસાર બપોરે બપોરે 2:00 વાગ્યે

ફાઇનલ

નવેમ્બર 15 – ફાઇનલ (મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ), ભારતીય સમયાનુસાર બપોરે 1:30 વાગ્યે

પુરુષો અને મહિલા બંને વર્લ્ડ કપ 2020 માં ઓસ્ટ્રેલિયામાં રમાશે. આઈસીસી મહિલા ટી-20 વર્લ્ડ કપ પ્રથમ યોજાશે, જે 21 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન રમાશે. વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.