Not Set/ ICC ટેસ્ટ રેન્કિંગ : કોહલીની બાદશાહત કાયમ, પંતે પણ મારી છલાંગ

દુબઈ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે. પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારનારા કોહલીને ૧૪ પોઈન્ટનો ફાયદો થયો છે અને કુલ ૯૩૪ પોઈન્ટ સાથે શીર્ષ સ્થાન જાળવ્યું છે. જયારે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને ઝડપી બોલર જસપ્રીત […]

Top Stories Trending Sports
Kohli AP L ICC ટેસ્ટ રેન્કિંગ : કોહલીની બાદશાહત કાયમ, પંતે પણ મારી છલાંગ

દુબઈ,

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા ટેસ્ટ રેન્કિંગમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનું ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે. પર્થ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં શાનદાર સદી ફટકારનારા કોહલીને ૧૪ પોઈન્ટનો ફાયદો થયો છે અને કુલ ૯૩૪ પોઈન્ટ સાથે શીર્ષ સ્થાન જાળવ્યું છે.

Image result for virat kohli captain

જયારે ટીમ ઇન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહે પોતાના કેરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાસંલ કર્યું છે. હાલમાં રેન્કિંગમાં પંત ૧૧ પોઈન્ટન ફાયદા સાથે કેરિયરના સર્વશ્રેષ્ઠ ૪૮માં સ્થાને પહોચ્યો છે.

આ ઉપરાંત ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન ૯૧૫ પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે, જયારે ભારતના વાઈસ કેપ્ટન રહાને બે પોઈન્ટના ફાયદા સાથે ટોપ ૧૫માં આવી ગયો છે.

બોલરોની વાત કરવામાં આવે તો, પર્થ ટેસ્ટમાં “મેન ઓફ ધ મેચ” રહેલા નાથન લાયન કેરિયરની સર્વશ્રેષ્ઠ સાતમાં રેન્કિંગ પર પહોચ્યો છે. જયારે ૮૮૨ પોઈન્ટ સાથે સાઉથ આફ્રિકાની કસિગો રબાડા પ્રથમ સ્થાને છે.

ટોપ ૫ બેટ્સમેન :

૧. વિરાટ કોહલી (ભારત) : ૯૩૪

૨. કેન વિલિયમસન (ન્યૂઝીલેન્ડ) : ૯૧૫

૩. સ્ટીવ સ્મિથ (ઑસ્ટ્રેલિયા) : ૮૯૨

૪. ચેતેશ્વર પૂજારા (ભારત) : ૮૧૬

૫. જો રૂટ (ઇંગ્લેંડ) : ૮૦૭

ટોપ ૫ બોલર :

૧. કગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા) : ૮૮૨

૨. જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ) : ૮૭૪

૩. વેર્નોન ફિલેન્ડર (દક્ષિણ આફ્રિકા) : ૮૨૬

૪. મોહમ્મદ અબ્બાસ (પાકિસ્તાન)  : ૮૨૧

૫. રવિન્દ્ર જડેજા (ભારત) : ૭૯૬