Not Set/ T20/ વિરાટ કોહલીએ રોહિતને પાછળ રાખી વધુ બે રેકોર્ડ નામે કર્યા

મંગળવારના રોજ શ્રીલંકા વિરુદ્ધ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ બે સિદ્ધિઓ મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. મંગળવારે તેણે એક રન બનાવતા જ રોહિત શર્માને પાછળ છોડ્યો હતો.આ મેચ પહેલા કોહલી અને રોહિત શર્મા 2633 રન સાથે બરાબરી પર હતા. ઈન્દોરમાં […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaamaya 8 T20/ વિરાટ કોહલીએ રોહિતને પાછળ રાખી વધુ બે રેકોર્ડ નામે કર્યા

મંગળવારના રોજ શ્રીલંકા વિરુદ્ધ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ બે સિદ્ધિઓ મેળવી હતી. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. મંગળવારે તેણે એક રન બનાવતા જ રોહિત શર્માને પાછળ છોડ્યો હતો.આ મેચ પહેલા કોહલી અને રોહિત શર્મા 2633 રન સાથે બરાબરી પર હતા.

ઈન્દોરમાં શ્રીલંકા વિરુદ્ધ રમાયેલી બીજી ટી20 ઈન્ટરનેશનલ મેચમાં કોહલીએ 17 બોલ પર અણનમ 30 રનની ઈનિંગ રમી હતી. કોહલીએ 77 ટી20 ઈન્ટરનેશનલ મેચની 71 ઈનિંગમાં 53.26ની એવરેજથી 2663 રન બનાવ્યા છે.

તેણે 24 અડધી સદી ફટકારી છે. એ સિવાય બીજી સિદ્ધિમાં કેપ્ટન તરીકે વિરાટ ટી 20 મેચોમાં 1000 રનનો આંકડો પાર કરનારો દુનિયાનો છઠ્ઠો અને ભારતનો બીજો ખેલાડી બન્યો છે.

આ મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની કોહલી કરતા આગળ છે. તેણે પોતાના ટી-20 કરિયરમાં કેપ્ટન તરીકે 1112 રન નોંધાવ્યા છે. ધોનીએ 72 મેચમાં 37.06ની સરેરાશથી 1112 રન બનાવ્યા છે જ્યારે કોહલીએ 32 મેચમાં જ 1006 બનાવી લીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.