Not Set/ ભારત – વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની વન-ડે શ્રેણીને લઈ ભારતના આ લિટલ માસ્ટરે કરી મોટી ભવિષ્યવાણી

નવી દિલ્હી, તાજેતરમાં જ સમાપ્ત થયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં વિરાટ બ્રિગેડે ક્લીન સ્વીપ કરતા ૨-૦થી જીતી હતી. આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ પૂરી રીતે કેરેબિયન ટીમ પર હાવી રહી હતી અને શ્રેણીમાં કોઈ તક આપી ન હતી, ત્યારે હવે રવિવારથી શરુ થઇ રહેલી વન-ડે શ્રેણીને લઇ ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે […]

Trending Sports
714086 641602 556936 sunil gavaskar afp ભારત - વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની વન-ડે શ્રેણીને લઈ ભારતના આ લિટલ માસ્ટરે કરી મોટી ભવિષ્યવાણી

નવી દિલ્હી,

તાજેતરમાં જ સમાપ્ત થયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણીમાં વિરાટ બ્રિગેડે ક્લીન સ્વીપ કરતા ૨-૦થી જીતી હતી. આ ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમ પૂરી રીતે કેરેબિયન ટીમ પર હાવી રહી હતી અને શ્રેણીમાં કોઈ તક આપી ન હતી, ત્યારે હવે રવિવારથી શરુ થઇ રહેલી વન-ડે શ્રેણીને લઇ ભારતના પૂર્વ કેપ્ટન સુનિલ ગવાસ્કરે એક ભવિષ્યવાણી કરી છે.

સુનિલ ગવાસ્કરે જણાવ્યું હતું કે, “વેસ્ટ ઇન્ડીઝની ટીમ પૂરી તાકાત સાથે નથી ઉતરી એટલા માટે આ વન-ડે સિરીઝ પણ ભારત માટે એક તરફી જ રહેશે”.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “વેસ્ટ ઇન્ડીઝ પાસે આ લિમિટેડ ઓવરની શ્રેણીમાં સારું પ્રદર્શન કરવાનો મૌકો હતો, પરંતુ વધુ એકવાર તેઓના બેસ્ટ પ્લેયર્સ આ પ્રવાસ પર નથી. કેરેબિયન ટીમના વધુમાં વધુ પ્લેયર્સ ઘર પર કે દુનિયાના ખૂણા – ખૂણામાં રમાનારી ક્રિકેટ લીગમાં વ્યસ્ત છે. આ એક એવો મામલો છે, જેને વર્લ્ડ ક્રિકેટ પાર સાથે માંડીને આ રમત માટે કોઈ નિર્ણય કરવો જોઈએ”.

ભારતીય ટીમ અંગે ગવાસ્કરે જણાવ્યું હતું કે, “તેઓ પોતાનો વિજયરથ ચાલુ રાખવાનો જ પ્રયત્ન કરશે. જે રીતે એક જૂની કહેવત છે કે, “પરફેકટ મેક્સ મેન ફરફેક્ટ”. આ માત્ર વ્યક્તિગત જ નહિ કોઈ પર લાગુ થશે નહિ, પરંતુ એક ટીમ માટે લાગુ થઇ શકે છે”.